Tapi mitra News-સોનગઢ સહિત જીલ્લાભરમાં લોકડાઉન જાહેરનામાનો ચુસ્ત અમલ થાય તે માટે પોલીસતંત્ર સઘન કાર્યવાહી કરી રહ્યું છે. સોનગઢમાં આજરોજ ત્રણ ફૂટવેરની દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે દુકાનદારો ની અટકાયત કરીને નિયમ મુજબ કાર્યવાહી કરી છે.
હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારીને લઈ જ્ઝુમી રહ્યું છે અને કોરોનાનો ઈલાજ ના હોવાથી દુનિયાના લગભગ દેશો ઉપાય સ્વરૂપે સામાજિક દુરી રાખવાનો કીમિયો આજમાવી રહ્યા છે. ગુજરાત માં પણ સોસીયલ ડીસ્ટેન્સ જાળવવા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે જાહેરનામા લોકડાઉનનું ઉલ્લંઘન કરવા બદલ આકરી કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ પણ અપાયા છે.
સોનગઢ પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ બાબતે પેટ્રોલિંગમાં હતો, એ સમયે જનતા માર્કેટ સામે આવેલ પટેલ ફૂટવેર,મચ્છી માર્કેટમાં આવેલ ગ્રીન ફૂટવેર તેમજ શાકભાજી માર્કેટ પાસે આવેલ યુવક મંડળ સામે વેલકમ ફૂટવેર નામની દુકાનોમાં જાહેરનામાનો સ્પષ્ટ ભંગ જોવા મળ્યો હતો. આથી આ મામલે (1) તરબેઝ સલીમભાઈ કુરેશી રહે,ઈસ્લામપુરા,સોનગઢ (2) બીપીન વલ્લભભાઇ પટેલ રહે,પારેખ ફળિયું,સોનગઢ (3) નિસાર બાબુ શેખ રહે,અલીફ નગર,સોનગઢ (4) રીયાઝ કરીમ મેમણ રહે,દેવજીપુરા,સોનગઢ નાઓની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આપને એ પણ જણાવી દઈએ છીએ કે મોઢે માસ્ક વિના ફરતા લોકો સામે પણ સોનગઢ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500