Tapi mitra News-લવ પ્રોબ્લેમ હોવાથી આપઘાત કરૂ છુ, ચિરાગ તુ મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે એવી સ્યુસાઇડ નોટ સાથે ઉત્રાણ તાપી બ્રિજ નીચેથી કાપોદ્રાના યુવાનની લાશ મળી આવી હતી. કાપોદ્રાની હસ્તિનાપુર સોસાયટીમાં રહેતો ૧૯ વર્ષીય અજય કાંતિભાઇ ધોળકિયા લોકડાઉનના સમયમાં ઘરથી બહાર નીકળતા પિતાએ ઠપકો આપ્યો હતો. બાદમાં તે કોઇને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. શોધખોળ બાદ નહી મળતા પોલીસને જાણ કરાઇ હતી. ઉત્રાણ બ્રિજ પરથી તેના ચપ્પલ મળી આવ્યા હતાં. જેથી તાપીના પાણીમાં શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના ખીસ્સામાંથી મળી આવેલી એક ચીઠ્ઠીમાં લવ પ્રોબ્લેમ હોવાથી આપઘાત કરૂ છુ , ચિરાગ તુ મમ્મી - પપ્પાનું ધ્યાન રાખજે એવુ લખ્યુ હતું. જેનાથી તેણે કુદીને આપઘાત કર્યો હોવાની શક્યતા છે. અજય કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તે મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની છે.અજય કયારેક ઘર બહાર નીકળી લટાર મારી આવતો હતો. જેને લઈ માહામારી સામે ઘરમાં રહેવા પિતાએ ઠપકો આપ્યો હતો. ૩૦મીની રાતથી ગમ અજય મોડી રાત સુધી ઘરે ન આવતા તેની શોધખોળ કરાઈ હતી. કાપોદ્રા બ્રીજ પર તેના ચપ્પલ મળી આવ્યા બાદ આખું પરિવાર તણાવમાં આવી ગયું હતું. રાત્રે એક વાગ્યા બાદ ઘરે આવેલા પરિવારે સવારે કાપોદ્રા ફાયરની મદદથી તાપી નદીમાં શોધખોળ હાથ ધરી હતી. કલાકો બાદ તાપીના પાણીમાં પીળો શેવાળ વચ્ચે પીળી ટી શર્ટ માં એક મૃતદેહ અજયના મિત્રને દેખાઈ ગયા બાદ ફાયરના જવાનોએ અજયનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application