Tapi mitra News-જનતા કરફ્યુના બે દિવસ પહેલા પરિવાર સાથે મુંબઈની યુવતી સુરત ખાતે ફરવા આવી હતી જોકે લોક ડાઉનના લીધે તે ઘરે જઈ શકી ન હતી. બે દિવસ પહેલા સચિનમાં હાથમાંથી છટકી ગયેલો મોબાઇલ પકડવા જતા પાંચમા માળેથી તે નીચે પટકાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
સચિન વિસ્તારમાં પારડી ખાતે રાજાભિષેક સીટી હોમ્સમા રહેતી ૧૮ વર્ષીય દક્ષિતા હીરાલાલ યાદવ ગઈ તા.૨૯મી બપોરે બિલ્ડિંગના પાંચમા માળે અગાસીમાં ફોન પર કોઈ સાથે વાત કરતી હતી. ત્યારે તેના હાથમાંથી મોબાઈલ છટકી ગયો હતો. જેથી તે મોબાઈલ પકડવા જતા નીચે પટકાઈ હતી. જેમાં તેને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તે મોતને ભેટી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે જનતા કરફ્યુના બે દિવસ પહેલા દક્ષિતા તેની માતા સાથે મુંબઈ થી સુરત ફરવા માટે સચિનમાં રહેતા સંબંધીના ઘરે આવી હતી. જ્યારે લોકડાઉનના કારણે તે મુંબઈ જઇ શક્યા ન હતા. તેમના પિતા ખાનગી કંપનિમાં નોકરી કરે છે. પુત્રીના મોતને લીધે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. આ અંગે સચિન પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application