Tapi mitra News-સચિન જીઆઇડીસીમાં રામેશ્વર કોલોનીમાં ભાડેથી રહેતા પરિવારના ૬ મહિનાના બાળકનું શુકવારે સાંજે અપહરણ થયું હતું. સીસીટીવી કેમેરામાં તપાસ કરતા અનીતા નામની મહિલા હોવાનું બહાર આવ્યું હતું. મહિલા અગાઉ તેના પડોશમાં રહેતી હતી. પડોશી મહિલા બાળકની માતાની બહેનપણી પણ હોવાની વાત છે અને તેને સંતાન ન નથી. જેના કારણે અપહરણ કર્યુ હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. આ ઘટના પછી બાળકના માતા-પિતાએ તેના ઘરે શોધખોળ કરવા છતાં બાળકનો કોઈ વાવડ ન મળતા આખરે સચીન જીઆઇડીસી પોલીસમાં ગયા હતા. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી હતી. શુકવારે સવારથી પોલીસ પ્રરપાંતીય લોકોને બસમાં બેસાડવા માટેના બંદોબસ્તમાં લાગી હતી. તેવામાં આ બનાવ બનતા પોલીસ દોડતી થઈ હતી. એવી પણ આશંકા છે. અગાઉ પડોશમાં રહેતી અનીતા બાળકને બસમાં લઈને નાસી ગઈ હોઈ શકે, જેથી ક્રાઇમ બ્રાંચ અને સચીન જીઆઇડીસી પોલીસની ટીમે સાંજે ૪ વાગ્યા પછી સચીન જીઆઇડીસી માંથી નીકળેલી બસોમાં તપાસ કરવા માટે હાઇવેના રૂટો પર ગઈ હતી. મોડીરાતે પોલીસે આ કેસમાં કોઈ ચોક્કસ કડી હાથ લાગી હતી. વધુમાં પોલીસે જણાવ્યું કે મહિલાનો પતિ નોકરીએ ગયો હતો અને મહિલા બિમાર હોવાથી ઊંધી ગઈ હતી. જયારે મોટી બહેન ૬ મહિનાના ભાઈને રમાડતી હતી તે સમયે અનીતા તેને ઊંચકી ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application