Tapi mitra-"લોકડાઉન" દરમિયાન ફરજિયાત પણે તાપી જિલ્લામાં આશ્રય લેવો પડ્યો હોય તેવા જિલ્લા કે રાજ્ય બહારના વ્યક્તિઓ/પરપ્રાંતિયો www.digitalgujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી કરીને પરવાનગી મેળવી તેમના ઘરે કે વતનમાં જઇ શકશે.
જિલ્લા કે રાજ્ય બહાર પોતાના વતનમાં જવા ઇચ્છતા વ્યક્તિઓએ www.digitalgujarat.gov.in ઉપર ઓનલાઈન વિગતો રજૂ કરીને પરવાનગી મેળવી શકે છે. જો કોઈ વ્યક્તિને ઓનલાઇન પરવાનગી મેળવવામાં તકલીફ કે મુશ્કેલી હોય તો તેઓ, તાપી જિલ્લાના તમામે તમામ સાતેય તાલુકાઓમાં મામલતદાર ઓફિસે કાર્યરત જનસેવા કેન્દ્રોમાં જઈને, ઓફલાઇન પરવાનગી મેળવી શકે છે તેમ કલેક્ટર શ્રી આર.જે.હાલાણીએ જણાવ્યુ છે. આવી પરવાનગી મેળવનાર વ્યક્તિઓએ તેમના પોતાના વાહનની વ્યવસ્થા સાથે, તેની વિગતો આપવાની રહેશે. તથા ઉપયોગમાં લેવાનારા વાહનોમાં સોશિયલ ડિસ્ટનસિંગના સંપૂર્ણ પાલન સાથે, આવી વ્યક્તિઓએ નિયત આરોગ્ય ચકાસણી પણ કરાવવાની રહેશે, તેમ પણ કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું છે.તાલુકા કક્ષાએ કાર્યરત જનસેવા કેન્દ્રો ખાતેથી કોઈ અશુભ પ્રસંગ કે માંદગીના કારણોસરની ઓફલાઇન પરવાંનગીઓ તત્કાલીક આપવામાં આવશે, તેમ જણાવી કલેક્ટર શ્રી હાલાણીએ અત્યાર સુધી તાપી જિલ્લામાથી અન્ય રાજ્યો માટે 179 વ્યક્તિઓને આવી પરવાનગી આપવામાં આવી છે. તેમ પણ જણાવ્યુ હતું.
High light- www.digitalgujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી કરવાની તકલીફ હોય તો તાલુકા કક્ષાના જનસેવા કેન્દ્રો ખાતે ઓફલાઇન અરજી કરીને પણ પરવાનગી મેળવી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application