Tapi mitra News-લોક્ડાઉન અંતર્ગત આવશ્યક ચીજવસ્તુઓનું જ વેચાણ કરવાની છુટછાટ આપવામાં આવી છે. તેમ છતાં કેટલાક કાળા બજારિયાઓ ચોરી છુપીથી પાન,માવા તથા તંબાકુ તેમજ સિગારેટનું વેચાણ કરી રહ્યા છે. આવા કાળા બજારિયાઓ સામે તાપી જીલ્લા પોલીસે લાલ આંખ કરી છે.
તાપી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.એસ.લાડ નાઓના સુપરવિજનમાં તા.2જી મે નારોજ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડકોન્સ્ટેબલ ગણપતસિંહ રૂપસિંહને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વ્યારા નગરમાં કુંભારવાડ પ્રમુખ વોટર સપ્લાયર્સ નજીક ઉભી એક ઇક્કો ગાડી નંબર જીજે-26-એ-0919 માં તપાસ કરતા ગોલ્ડ ફ્લેક સિગારેટ બોક્સ નંગ-5, ફોર સ્ક્વેર સ્પેશ્યલ સિગારેટ બોક્સ નંગ-3, ફોર સ્ક્વેર ક્રશ સિગારેટના બોક્સ નંગ-3 મળી કુલ્લે પેકેટ નંગ-370 જેની કિંમત રૂપિયા 34,190/-નો સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ઇક્કો ચાલક (1) હરેશભાઈ રૂપચંદ ક્રિષ્નાણી રહે,જલદર્શન સોસાયટી,વ્યારા.જી-તાપી નાઓ હોલસેલરને વેપાર કરતા હોવાનું જાણવા મળ્યું હતું અને તેઓ (2) વિજય મોહનભાઈ રાજપાલ રહે,નવી વસાહત,વ્યારા.જી-તાપી નાઓને સિગારેટ આપવામાટે આવ્યો હોય હતો. બંને આરોપીઓને જીલ્લા એલસીબીએ ઝડપી પાડી ઇક્કો ગાડી સહિત રૂપિયા 1,34,190/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500