Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉન ઉઠાવી લીધા બાદ રેડ ઝોનને કંઈ જ રાહત નહીં મળે:જાણો તમારો જિલ્લો ક્યાં ઝોનમાં આવે છે..

  • May 01, 2020 

કેન્દ્ર સરકારે લોકડાઉનનો અંત કરવાને લઈને ફરી એકવાર ઝોન મુજબ જિલ્લાઓની યાદી બહાર પાડી છે. જેમાં રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન એમ કોરોનાની અસરકારકતાને લઈને ઝોન પાડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી યાદી અનુસાર ગુજરાતમાં રેડ ઝોનમાં 5ના બદલે હવે 9 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટનો રેડના બદલે ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરાયો છે. ગુજરાતના કુલ ૩૩ જિલ્લામાંથી રેડ ઝોનમાં 9 જિલ્લા, ઓરેન્જમાં 19 અને ગ્રીનમાં 5 જિલ્લાનો સમાવેશ થાય છે. લોકડાઉન ઉઠાવી લીધા બાદ રેડ ઝોનને કંઈ જ રાહત નહીં મળે જ્યારે ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનને આંશિક રાહતો મળવાની શક્યતા છે. High light-રેડ ઝોન.... અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લી High light-ઓરેન્જ ઝોન.... રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગર High light-ગ્રીન ઝોન... મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા​


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application