Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરના ૫૯૪ અને જિલ્લાના ૨૮ મળીને કુલ ૬૨૨ પોઝિટિવ કેસો નોંધાયા

  • May 01, 2020 

Tapi mitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૩૦મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં ગઈ કાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૫૮૧ હતી, જેમાં ૧૩ કેસોનો વધારો થવાથી આજે કુલ ૫૯૪ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજે ૨૭ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૬૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૨૪ દર્દીના મૃત્યુ નોંધાયા છે. દર્દીઓનો રિકવરી રેટ આ પહેલા ૦૪ % જેટલો હતો, જે આજે ૧૪ % સુધી વધ્યો છે. ડબલીંગ રેટમાં ઘણો સુધારો થયો છે. ડબલીંગ રેટ ૦૫ દિવસનો હતો, જે વધીને ૧૨ દિવસનો થયો છે. જે ઉત્સાહવર્ધક બાબત છે. પોઝિટીવ કેસો પૈકી સુરતના લિંબાયત ઝોનમાંથી સૌથી વધુ ૨૩૧ કેસો છે. આજે લિંબાયત ઝોનમાં વધુ ૦૩ પોઝિટીવ કેસો મળ્યા છે. ત્યારબાદ સૌથી વધુ કેસો સેન્ટ્રલ ઝોનમાં ૮૭ કેસો નોંધાયા છે. કુલ ૧૧,૨૨૦ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૫૯૪ પોઝિટીવ અને ૧૦,૩૪૧ નેગેટીવ કેસો નોંધાયા છે. મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે આજની સ્થિતિએ ૧૮૭૩ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને સરકારી ક્વોરેન્ટાઇન હેઠળ ૨૨૫ લોકો છે. વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૫૦૫ લોકો છે. હાલની પરિસ્થિતિમાં સ્લમ એરિયામાં સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે, સ્લમ એરિયામાં ૨૬ ફિવર ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે, તથા ૮૬ હેન્ડવોશીંગ મશીન મુકવામાં આવ્યા છે. કોરોના બાબતે જાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે ૪૬ ગાડીઓ મુકવામાં આવી છે. ૮૬૧ સર્વે ટીમ કામ કરી રહી છે. શહેરમાં લગભગ ૧૦૦ જેટલા એમ.બી,બી.એસ ડોક્ટરની જરૂર હોવાથી ડોક્ટરોની ભરતી માટે વોકઈન ઈન્ટર્વ્યુ ગોઠવવામાં આવ્યું આવ્યું છે. જે લોકો કોવિડ કેર સેન્ટરમાં છે, તેમને લાઈબ્રેરીમાંથી મનગમતા પુસ્તકો વાંચન માટે આપવામાં આવશે, તથા સમય પસાર કરવા માટે વાઈફાઈ પણ આપવામાં આવશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓડીસાના વતનીઓને તેમના વતન પરત જવા માટે તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી છે. એક અગત્યની વાત ઉપર ભાર આપતા જણાવ્યું હતું કે, વારંવાર ૪૦ સેકન્ડ સુધી હાથ ધોવાની ટેવ પાડવામાં આવે આપણે કોરોનાને હરાવી શકીશુ. વધુમાં તેમણે જણાવ્યું કે, અક્ષયપાત્ર દ્વારા સુરતમાં ૩૦ હજાર બહેનો રોટલી બનાવે છે, અને પ્રતિદિન ૧,૨૦,૦૦૦ રોટલી બનાવી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. સુરતમાં કોરોના વાઈરસ સામે આપણે એક બની જંગ લડીશું. જે ઝોનમાં એક પણ પોઝીટીવ કેસ નથી એવા ગ્રીન ઝોન અને જેમા ખુબ ઓછા કેસ આવ્યા છે તેને ઓરેન્જ ઝોન કહેવાય છે. જયારે સૌથી વધુ કેસ આવ્યા છે તે વિસ્તારને રેડ ઝોન કહેવાય છે. કોરોનાનું વધુ સંક્રમણના ફેલાય તેથી લોકોને પોતાના ઝોનમાં જ રહેવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે શહેરીજનોને લોકડાઉનનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ૨૮ પોઝિટીવ કેસો નોંધાયા છે. સુરત શહેરના ૫૯૪ અને જિલ્લાના ૨૮ મળીને કુલ ૬૨૨ કેસો નોંધાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application