દેશમાં વધતા જતા કોરોનાના કેર વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત સમગ્ર દેશમાં પાન-મસાલા અને ચ્યુઇંગમના ઉત્પાદન તથા વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ સરકાર દ્વારા આગામી કોઈ હુકમ ન થાય ત્યાં સુધી લાગુ રહેશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં બુધવારે સાંજે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે રિવ્યૂ મીટિંગ યોજાઈ હતી. ત્યારબાદ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ”પાન-મસાલા અને ચ્યૂઈંગમના ઉત્પાદન તથા વેચાણ પર હવે પછીનો આદેશ ન આવે ત્યાં સુધી પ્રતિબંધ મુકવામાં આવે છે. લોકડાઉનથી ઘણા લાભ પણ થયા છે અને સ્થિતિમાં સુધારો થયો છે. આ લાભ જળવાઈ રહેવા જોઈએ. માટે 3 મે સુધી કેન્દ્રની ગાઈડ લાઈન્સનું કડક પાલન થાય તે માટે નજર રાખવામાં આવશે. નવા દિશા-નિર્દેશ 4 મેથી લાગુ થશે. તેમા અનેક જીલ્લાને રાહત આપવામાં આવી શકે છે. આ અંગે આગામી કેેટલાક દિવસોમાં જાણકારી આપવામાં આવશે. જો કે સરકારે હાલ પાન-મસાલા અને ચ્યુઈંગમના ઉત્પાદન-વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ મુકવાનું કારણ એક જ છે કે લોકો પાન-મસાલા અને ચ્યુઇંગમ ખાઈને ગમે ત્યાં થૂંકે છે જેથી તેનાથી કોરોના વધવાનો ભય છે. તેવામાં સરકાર હાલ આ મામલે કોઈ જોખમ લેવા તૈયાર નથી કે જેનાથી કોરોનાના ચેપમાં વધારો થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application