Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઓડિશાના કારીગરોને તેમના માલિક દ્વારા વતનમાં પરત મોકલાયા

  • April 30, 2020 

Tapi mitra News-વિશ્વભરમાં કોરોનાના હાહાકાર વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓને મહામારીથી બચાવવા માટે દેશભરમાં લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું છે. આ સ્થિતિમાં અન્ય રાજ્યોમાંથી સુરત શહેરમાં રોજગારી અર્થે આવેલા શ્રમિકોને તેમના વતનમાં પરત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત ખાતે પૂર્વ વિધાનસભામાં જરી ઉદ્યોગના વ્યવસાય સાથે જોડાયેલા કારખાનામાં કામ કરતા ઓડીશા રાજ્યના ગંજમ જિલ્લાના કામદારોને તેમના માલિક દ્વારા  વતનમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થા ગોઠવવામાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રાણા તથા પૂર્વ કોર્પોરેટર શ્રી સી. ટી. જરીવાલાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ વેળાએ સુરતના સાંસદ શ્રી દર્શના જરદોશે ઉપસ્થિત રહી કારીગરોને તેમના વતનમાં મોકલવા માટે માર્ગદર્શન આપ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application