Tapi mitra News-કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં ગરીબવર્ગની વ્હારે આવી રાજય સરકાર દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકોને જીવનજરૂરી વસ્તુઓ મળી રહે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઉધનાના જાગૃત્ત જનપ્રતિનિધિ ધારાસભ્ય વિવકેભાઈ પટેલ દ્વારા ઉધના વિધાનસભાના સંદીપનગર, શિવમનગર, ક્રિષ્નાનગર, ભરવાડ વસાહત, પાંડેસરા જેવા વિસ્તારોમાં ગરીબ જરૂરિયાતમંદ લોકોને ચોખા અને દાળની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે ધારાસભ્યશ્રીએ લોકોને કોરોના વાયરસની ગંભીરતા અંગે સમજ આપી ઘરમાં રહી કોરોના વાયરસથી સુરક્ષિત રહો તેવા સંદેશા સાથે લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવાની સૂચના આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application