Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લાના અનુસૂચિત જાતિના કુલ ૧૦૯ છાત્રોને રૂ.૧,૬૩,૫૦૦ ની સહાય ચૂકવવામાં આવી

  • April 30, 2020 

Tapi mitra News-સુરત જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણના પગલે લોકડાઉનની સ્થિતિમાં સરકારી છાત્રાલયો, આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા ૧૦૯ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રૂ.૧,૬૩,૫૦૦ ની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં સુરત જિલ્લામાં આવેલ ડૉ.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયના ૧૧ વિદ્યાર્થીઓ, આદર્શ નિવાસી કુમાર તથા કન્યા શાળાના ૬૩ વિદ્યાર્થીઓ અને ગ્રાંટ ઈન એઈડ છાત્રાલયના ૩૫ વિદ્યાર્થીઓને રૂ.૧૫૦૦ લેખે એક માસ માટે સહાય ચૂકવવામાં આવી છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧ર સિવાયના છાત્રોને ડૉ.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયના ૧૧ વિદ્યાર્થીઓને રૂ.૧૬,૫૦૦, આદર્શ નિવાસી કુમાર અને કન્યા શાળાના કુલ ૬૩ વિદ્યાર્થીઓને રૂ. ૯૪,પ૦૦, ગ્રાંટ ઈન એઈડ છાત્રાલયના ૩૫ વિદ્યાર્થીઓને રૂ.૫૨,૫૦૦ સહિત કુલ ૧૦૯ છાત્રોને એક માસના રૂ.૧૫૦૦ મુજબ રૂ.૧,૬૩,૫૦૦ ની સહાય છાત્રોના સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હોવાનું નાયબ નિયામક(અ.જા)સુરતની યાદીમાં. જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application