Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉના કારણે વતન જવા નીકળેલા માતા પુત્રને આશ્રય અપાવતી અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ સુરત.

  • April 30, 2020 

Tapi mitra News-રેલવે પોલીસ તરફથી ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ આવ્યો કે, એક મહિલા પોતાના બાળક સાથે અહીં આવ્યા છે. જેને રહેવાની વ્યવસ્થાની જરૂર છે. જેથી મદદ કરવા જણાવતા અભયમ રેસ્ક્યુ ટીમ કતારગામ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલા સાથે વાત કરતા તેઓ સુરતમાં એકલા છે જેથી તેઓને સખી વન સ્ટોપમાં આશ્રય આપવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મૂળ ભોજપુર બિહારના વતની દુર્ગાદેવી તેના પતિ સાથે ઉન પાટિયા ભીડી બઝારમાં રહેતા હતા. જેઓને એક બાળક પણ છે. કોઈ કારણ સર તેમના પતિ સાથે ઝગડો થતા તેઓ છેલ્લા ૧૫ દિવસથી ડીડોલી ખાતે રહેતા તેમના ભાઈના ઘરે રહેતા હતા. તેઓને કોઈ એ જણાવ્યું કે, ટ્રેઈન ચાલુ થઈ ગઇ છે જેથી પોતાના વતન જવા બાળકને લઈ ઉધના રેલવે સ્ટેશન સુધી ચાલતા આવ્યા. જ્યાં રેલવે પોલીસની નજરે ચડતા તેણીની પૂછપરછ કરતા જણાવ્યું કે, તેના ભાઈ ડીડોલીમાં રહે છે જેથી પોલીસ તેને ડીડોલી મુકવા ગય હતી. પરંતુ તેના ભાઈ મળેલ નહીં જેથી તેઓએ અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી આ મહિલાને મદદ કરવા જણાવ્યું હતું. કતારગામ પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમ દ્વારા દુર્ગા દેવીને સમજાવ્યું કે, હાલમાં  લોક ડાઉન ચાલે છે રેલવે કે, બસ વ્યવહાર બંધ છે અને બહાર નીકળી શકાય નહીં જેથી હમણાં પરિસ્થિતિ સામાન્ય બંને નહીં ત્યાં સુધી કોઈ પરિચિત વ્યક્તિના ઘરે રહેવું જોઈએ. પરંતુ દુર્ગાદેવીએ જણાવ્યું કે, સુરતમાં તેમનું કોઈ  પરિચિત નથી. જેથી અભયમ ટીમ તેના પતિ અને ભાઈના સરનામે લઈને ગયા હતા. પરંતુ તેઓ ઘર ખાલી કરીને નીકળી ગયા હતા. પાડોશીને પણ જાણકારી આપી ન હતી. જેથી દુર્ગા દેવીને સુરત ખાતે સખી વન સ્ટોપમાં આશ્રય આપવામાં આવ્યો છે. જેથી કોઈએ દુર્ગાદેવીના સંબધી હોઈ તો તેઓએ ૧૮૧ હેલ્પલાઈનને જાણ કરવી જેથી તેઓને પરિવાર સુધી પહોંચાડી શકાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application