Tapi mitra News-સુરત સચિન વિસ્તારમાં રહેતા મીરાંદેવી મૂળ ઓરિસ્સાના વતની છે અને છેલ્લા સાત વર્ષથી પરિવાર સાથે સુરતમા ગુજરાન માટે સ્થાયી થયા છે. તેમના પતિ સિક્યુરિટી તરીકે નોકરી કરે છે. પોતે કપડાં સીવવાની ફેક્ટરીમાં કામ કરે છે. હાલમાં લોક ડાઉનને કારણે બંને ઘરે રહે છે મીરાંબેન(નામ બદલ્યું છે.) વારંવાર લાંબા સમય સુધી મોબાઈલમાં વાતચીત કરે છે જે તેમના પતિને પસંદ નથી. જેથી બંને વચ્ચે ઝગડાઓ થયા કરે છે. ગત રોજ તેમના પતિએ ઉશ્કેરાઈને મીરાબેનને માર મારી ઘરમાંથી કાઢી મુકતા તેઓએ મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમા કોલ કર્યો હતો.
ઉમરા અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પતિ પત્નીને શાંતિથી સાંભળી અસરકારક કાઉન્સેલિંગ કરી ઝગડો શાંત પાડવામાં સફળતા મેળવી હતી. મીરાબેને જણાવ્યું કે, અમારી ફેક્ટરીમાં કામ શરૂ થયુ કે, નહીં આ બાબતની જાણકારી મેળવવા મારી સાથે કામ કરતા મહિલાઓ સાથે અને અમારા સુપરવાઇઝર સાથે મોબાઈલ વાત કરું છું. જો ફેક્ટરી ચાલુ હોય તો હું પણ નોકરી મા જઈ શકું. આમ સાચા કારણની જાણકારી અભયમ ટીમે તેમના પતિને કરતા તેમનો ગુસ્સો શાંત થયો હતો. પત્નીને ફરી ઘરમાં રાખવા સમંત થયા હતા.મીરાંબેનને જણાવ્યું કે, જે પણ બાબત હોય પતિ પત્નીએ શાંતિથી વાતચિત કરી અવિશ્વાસ ના થયા તેમ કરવું જોઈએ. આમ બંને વચ્ચેની ગેરસમજ દૂર કરવામાં અભયમથી ટીમને સફળતા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application