Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં રહેતા મધ્યપ્રદેશ,રાજસ્થાન અને ઓડીસા રાજયના વતનીઓ પોતાના ખાનગી વાહન અને બસો દ્વારા વતન જઈ શકશે

  • April 30, 2020 

Tapi mitra News-લોકડાઉનની પ્રવર્તમાન પરીસ્થિતિમાં સુરતમાં રહેતા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓડીસાના વતનીઓને પોતાના ખાનગી વાહન અને બસો દ્વારા વતન જવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં સુરત શહેર અને જિલ્લામાં વસતા રાજસ્થાન અને ઓડીસાના વ્યક્તિઓ-શ્રમિકો સુરત જિલ્લાની હદ પૂર્ણ થતી હોય તે ચેક પોસ્ટ પર થર્મલ સ્ક્રીનીંગ અને મેડીકલ ચેક અપ કરાવવાનું રહેશે. આ અંગે વિગતો આપતા જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલે જણાવ્યું હતું કે, સુરતમાં ફસાયેલા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓડીસાના વતનીઓને જ હાલ વતનમાં જવાની મંજૂરી આપવામાં આવી છે. વતન જવા માંગતા વ્યક્તિઓનું ધામડોદ(કોસંબા)ચેકપોસ્ટ, માખીંગા(પલસાણા) ચેકપોસ્ટ અને માણેકપોર(બારડોલી) ચેકપોસ્ટ પર થર્મલ સ્ક્રીનીંગ અને મેડીકલ ચેક અપ કરવામાં આવશે. ચેક અપ દરમિયાન કોરોનાના લક્ષણો ન હોય તેવા વ્યક્તિઓને વતન જવાની ચેક પોસ્ટ પરથી મંજૂરી આપવામાં આવશે. જેથી વતન જવા માંગતા લોકોએ ડ્રાઈવરનું નામ અને મોબાઈલ નંબર, ઓળખના પૂરાવા, વાહન નંબર, જ્યાં જવા માંગતા હોય તે ગામ, તાલુકો અને જિલ્લાની વિગત, ગ્રુપ લીડરનું નામ અને મોબાઈલ નંબર, વાહનમાં પ્રવાસ કરનાર તમામ વ્યક્તિઓના નામ, મોબાઈલ નંબર, ગામ, તાલુકો અને જિલ્લાની વિગત લેખિતમાં તૈયાર રાખવી. સાથે ઓળખના પૂરાવા પણ રાખવાના રહેશે. કલેકટરશ્રીએ જણાવ્યું છે કે, હાલ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓડીસાના શ્રમિકો જ જઈ વતન જઈ શકશે. અન્ય રાજ્યોના શ્રમિકો માટેની મંજૂરીની વ્યવસ્થા થયે જાણ કરવામાં આવશે. high light-વતન જવા માંગતા વ્યક્તિઓનું ધામડોદ (કોસંબા)ચેકપોસ્ટ, માખીંગા (પલસાણા) ચેકપોસ્ટ અને માણેકપોર(બારડોલી) ચેકપોસ્ટ પર થર્મલ સ્ક્રીનીંગ અને મેડીકલ ચેક અપ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application