Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Surat:રામનગરના વેપારીનું કોરોનાથી મોત:કુલ મૃત્યુઆંક ૨૪

  • April 30, 2020 

Tapi mitra News-સુરત શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓમાં રોજેરોજ મોતના આંકડામાં વધારો થઇ રહ્યા છે. ગુરૂવારે વધુ એક કોરોના પોઝીટીવ દર્દીનું મોત નિપજ્યુ છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૨૪ પર પહોચ્યો છે. આમ પાલિકાએ સરકારી ગાઇડ લાઇન પ્રમાણે પરિવારના બે સભ્યોને સાથે રાખીને મૃતકને જહાંગીરપુરા કુરૂક્ષેત્ર સ્મશાન ભુમિમાં અંતિમ વિધી કર્યા બાદ સેનેટાઇઝરની કામગીરી હાથ ધરાઈ હતી. રાંદેર રામનગરમાં રહેતા ૩૮ વર્ષીય સુનિલ કનૈયાલાલ બજાજ રામપુરા પેટ્રોલ પંપની સામે એકતા બેકરીની સાથે કરીયાણાની દુકાન ધરાવતા હતા. તા. ૨૬મી ના રોજ સુનિલભાઇને કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેના સેમ્પલો લેવામાં આવ્યા હતા. તેનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેને ૨૭મી ના રોજ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટુંકી સારવાર દરમ્યાન ૩૦મી એપ્રિલ ના રોજ સુનિલભાઇનું મોત નિપજ્યુ હતુ. આ સાથે કુલ મૃત્યુઆંક ૨૪ પર પહોચ્યો છે. પાલિકાએ સરકારની ગાઇડ લાઇન મુજબ મૃતકના પરિવારના બે સભ્યોને સાથે રાખીને જહાંગીરપુરા કુરૂક્ષેત્ર સ્મશાન ભુમિમાં અંતિમ વિધી કરી હતી.ત્યારબાદ સ્મશાન ભુમિમાં સેનેટાઇઝરની કામગીરી હાથ ધરાઇ હતી. આમ ગુરૂવારે સિવીલમાંથી ભાગેલો કોરોનાનો દર્દી ભગવાન રાણા મૃત હાલતમાં મળ્યા બાદ સુનિલ બજાજનું પણ મોત નિપજ્યુ છે. આ સાથે કુલ મૃતકનો આંકડો ૨૪ પર પહોચ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application