Tapi mitra News-સુરત જીલ્લામાં પણ કોરોના વાયરસે પગ પેસારો કર્યો છે. ગુરૂવાર સુધી સુરત જીલ્લામાં ૨૬ કેસો નોધાયા હતા. ગુરૂવારે વધુ એક ઉમરપાડા તાલુકામાં પોઝીટીલ કેસ નોધાયો છે. ૨૭મી ના રોજ રેન્જ આઇજીના ઓપરેશન ગૃપે બુટલેગરને ઝડપી પાડ્યા બાદ તેના સેમ્પલો લેતા રીપોર્ટ પોઝીટીવ આવતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તેને પકડનારા પી.એસ.આઇ. સહિતના લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.
સુરત રેન્જ આઇજીની ઓપરેશન ગૃપે તા.૨૭મી એપ્રિલ ના રોજ ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે રેડ કરી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે ભુપેન્દ્ર ઉર્ફે ભુવો વસાવા નામના બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ કોર્ટના નિર્દેશ અનુસાર બુટલેગર ભુપેન્દ્રના સેમ્પલો લેવામાં આવ્યા હતા. ગુરૂવારે કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા જીલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભુપેન્દ્રને નવિ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ભુપેન્દ્રને પકડનારા પી.એસ.આઇ. સહિતના કર્મચારીઓના સેમ્પલો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય તંત્રએ નસારપુર ગામને કોરોન્ટાઇન કરી સેનેટાઇઝરની કામગીરી હાથ ધરી છે. આમ જીલ્લામાં અત્યાર સુધી કુલ ૨૭ કેસો સામે આવ્યા છે.
high light-ભુપેન્દ્ર વસાવાને પકડનારા પીએસઆઇ સહિતના લોકોના સેમ્પલો લેવાયા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application