Tapi mitra News-સુરત શહેરમાં કોરોના વાયરસના પગલે લોકડાઉનની પરિસ્થીતી ચાલી રહી છે. ત્યારે ચારથી વધુ વ્યકિતઓ ભેગા ન થાય તે માટે સુરતમાં ૩૦મી એપ્રિલ સુધી ૧૪૪ની કલમ લાગુ કરાઇ હતી. પરંતુ હાલની પરિસ્થીતીને જોતા પોલીસ કમિશ્નર દ્વારા ૧૪મી મે સુધી ૧૪૪ની કલમ લાગુ કરતું જાહેરનામું બહાર પાડ્યુ છે. ગુરૂવારે સુરત શહેરમાં માત્ર સાત પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જયારે જીલ્લામાં ૧ કેસ નોધાયો છે. આમ કુલ ૮ કેસો મળી અત્યાર સુધી ૬૧૫ પોઝીટીવ કેસો નોધાયા છે. જયારે ૩૯ વ્યકિતઓને રજા અપાઇ છે.
સુરત શહેરમાં પાલિકા દ્વારા સ્લમ વિસ્તારોમાં ટ્રેકીંગ મારફતે ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી ટેસ્ટીંગના કારણે પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો દેખાયો હતો. પાલિકાએ ટ્રીટમેન્ટ પર વધારો ફોકસ કર્યો છે. જેના પગલે પોઝીટીવ દર્દીઓની સંખ્યા ધીમે ધીમેઓછી થઇ રહી છે. છેલ્લાં ૨૪ કલાકમાં સુરત શહેરમાં સાત પોઝીટીવ કેસો મળી આવ્યા છે. આ તમામ કેસો હોટ સ્પોટ વિસ્તારમાંથી મળ્યા છે. આ તમામ દર્દીઓને સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પરિવારના સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટાઇન કરવાની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત પાલિકા દ્વારા પોઝીટીવ દર્દીના ઘર અને શેરી-મહોલ્લામાં સેનેટાઇઝરીંગની કામગીરી હાથ ધરાઇ છે. આમ સુરત શહેરમાં પોઝીટીવ કેસોની સંખ્યા ગુરૂવારે ખુબ જઓછી મળતાં તંત્રએ રાહતનો દમ લીધો છે. બીજી બાજુ પોલીસ કમિશ્નર દ્વારા ૩૦મી એિલ સુધી લાગુ કરાયેલી ૧૪૪ની કલમને લંબાવીને ૧૪મી મે સુધી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application