Tapi mitra News-કોરોના મહામારી પર કાબુ મેળવવા સરકાર દ્વારા નિરંતર પ્રયાસો થઇ રહ્યા છે. સમાજના સેવાભાવી નાગરિકો અને સંસ્થાઓ પણ કોરોના વૉરિયર્સ બની જરૂરિયાતમંદોની કાળજી લઇ રહ્યા છે.
બારડોલીની સાંઈક્રિષ્ના રેસીડન્સી પરિવાર તરફથી કોરોના મહામારી સામે દેશ માટે અને આપણા સૌ માટે રાત-દિવસ ફરજ બજાવતા ફન્ટલાઈન કોરોના વોરિયર્સ જેમાં હોમગાર્ડના ૭૧, જવાનો, જી.આર.ડીના ૯૭ જવાનો અને ટી.આર.બીના ૧૬ જવાનોને આમ કુલ મળી ૧૮૫ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ જવાનોને અનાજ-કીટ તથા કાંદા-બટાકા કીટનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. આ કાર્ય બારડોલી પ્રાંત અધિકારીશ્રી વી.એન.રબારી તથા બારડોલી DYSP સુ.શ્રી રૂપલબેન સોલંકી મેડમ તથા મામલતદારશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application