Tapi mitra News-શહેરના અલગ-અલગ વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાય રહ્યા છે. તેવા સંજોગોમાં લોક્ડાઉનનો ક્ડક અમલ કરવો અત્યંત જરૂરી હોવા છતા અમરોલી-છાપરાભાઠા રોડની આદર્શ નગર વિભાગ ૨મા ધાબા પર ભજીયા પાર્ટીનું આયોજન કરી મિજબાની માણતા ૯ જણાને અમરોલી પોલીસે ઝડપી પાડયા હતા.
કોરોના વાયરસના સક્રમણથી બચવા માટે લોક્ડાઉનનો ક્ડક અમલ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે વારંવારની અપીલ બાદ પણ કેટલાક લોકો હજી ગંભીર નથી. જે અંતર્ગત અમરોલી-છાપરાભાઠા રોડ સ્થિત જીઇબી કોલોની નજીક આદર્શ નગર વિભાગ ૨ના ઘર નં. ગ્/૮૯ના ધાબા પર સોસાયટીના રહેવાસીઓ દ્વારા ભજીયા પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેની જાણ કોઇકે પોલીસ કંટ્રોલ રૂમમાં કરતા અમરોલી પોલીસે દરોડા પાડયા હતા. જયાંથી માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના ચાલી રહેલી ભજીયા પાર્ટીની મિજબાની માણતા એમ્બ્રોડરી કારખાનેદાર રમેશ સવજી રાદડીયા (ઉ.વ. ૫૪), રત્નકલાકાર સંજય વિનુ દવે (ઉ.વ. ૩૧), બાંધકામ કોન્ટ્રાકટર મુકેશ પોપટ પટેલ (ઉ.વ. ૩૯), હેન્ડ વર્કનું કામ કરતા સંજય ગોવિંદ વસોયા (ઉ.વ. ૩૨), એમ્બ્રોડરી કારીગર પ્રતિક ચંદુ રાદડીયા (ઉ.વ. ૨૩), રત્નકલાકાર મુકેશ રમેશ હિરપરા (ઉ.વ. ૩૫), કિરીટ પોપટ પટેલ (ઉ.વ. ૪૩), ચેતન જ્યંતિ પડસાલા (ઉ.વ. ૩૬), રૈનિશ મનોજ રાદડીયા (ઉ.વ. ૨૦) ને ઝડપી પાડી પોલીસે એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application