Tapi mitra News-રાજ્યના સુરત અમદાવાદ , વડોદરા સહિત અન્ય શહેરોમાં ફસાયેલા ખેડૂતો , રત્નકલાકારો ,નાના-મોટા ધંધાર્થીઓ અને લોકોને વતન સૌરાષ્ટ્ર જવા દેવાની છૂટ આપવામાં આવે એવી માંગ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ લોક પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલીના ધારાસભ્ય અને સુરતના ધારાસભ્યોએ પણ રાજ્ય સરકાર સમક્ષ સૌરાષ્ટ્રવાસીઓને તેમના વતન જવા દેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી માંગ કરી છે. સુરતમાં અત્યારે વેપાર અને હીરાના કારખાના સંપૂર્ણપણે બંધ છે તેથી રત્નકલાકારો અને તેમના પરિવારના સભ્યો એકલા પડી ગયા છે. વતનથી તેઓ ખૂબ દૂર હોવાથી અકળામણ અનુભવી રહ્યા છે. અમરોલી વિસ્તારના રત્ન કલાકારો, નાના-મોટા વ્યવસાયકારો, ખેડૂતો અને અન્યો સામાજિક પ્રસંગો કે રોજગાર વ્યવસાય અર્થે સુરત, વડોદરા અને અમદાવાદ શહેરમાં સ્થાયી થયા છે. તો તેમના માટે વતન આવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે એ જરૂરી છે. રાજ્યમાં રોજગાર અર્થે આવેલા પરપ્રાંતીઓને તેમના રાજ્યમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે વતનથી દુર એવા સૌરાષ્ટ્રવાસીઓ માટે પણ સરકાર વિચારે એવી રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રના ગૃહમંત્રી સમક્ષ લોક પ્રતિનિધિઓએ પત્ર લખીને કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application