Tapi mitra News-સુરત પાલિકાએ કોરોના વચ્ચે પોતાના ૨૮ જેટલી નાની સાઈટ પર મજુરોની અવર જવર ન હોય ત્યાં કામગીરી શરૂ કરાવી દીધી છે પરંતુ લોક ડાઉનના કારણે બિલ્ડીંગ મટીરીયલ્સ આવી શકે તેમ ન હોવાથી દસેક દિવસમાં કામગીરી બંધ પડી જાય તેવી સ્થિતિ છે.
સુરત સહિત સમગ્ર ભારતમાં કોરોના આવ્યા બાદ બીજા તબક્કાના લોક ડાઉન ચાલી રહ્યા ંછે ત્યારે પાલિકા તંત્રએ પોતાની ૨૮ જેટલી સાઈટ ઉપર ૫૦૦૦ શ્રમજીવીઓની મદદથી કામગીરી શરૂ કરાવવાનું નક્કી કર્યું છે. વેડ વરીયાવ બ્રિજ અને વરાછા કલાકુંજ ખાડી બ્રિજ જ્યાં શ્રમજીવીઓ સાઈટ પર જ રહે છે ત્યાં કામગીરી શરૂ કરાવી છે. બે બ્રિજની કામગીરી તો શરૂ કરાવાઇ છે પણ સાઈટ પર દસેક દિવસ ચાલે તેટલો જ સામાન છે. આ ઉપરાંત ચોકબજારના ઐતિહાસિક કિલ્લામાં જે રિસ્ટોરેશનનની કામગીરી ચાલે છે તે કામગીરી તે પણ શરૂ કરી દીધી છે. કિલ્લામાં જે કામગીરી છે તે ઘણી ધીમી ચાલતી હોવા સાથે વધુ મટીરીયલ્સની જરૂર પડે તેમ નથી તેથી આ કામગીરી તો ચાલતી રહેશે પરંતુ હાલ લોક ડાઉનના કારણે ટ્રાન્સપોર્ટ સાથે સાથે બિલ્ડીંગ મટીરીયલ્સ પણ બંધ છે તેથી સાઈટ પર ચાલે એટલો સામાન પુરો થયાં બાદ કામગીરી સ્થગિત કરવી પડે તેવી હાલત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application