Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભટારમાં બેકરી અને ઉનમાં બુટ-ચંપલની દુકાન ખુલ્લી રાખનારની ધરપક્ડ

  • April 29, 2020 

Tapi mitra News-ભટાર ટેનામેન્ટ સ્થિત ઇન્ડિયા બેકરી અને પાલી ગામના મની ટ્રાન્સફર સહિતની દુકાન ખુલ્લી રાખવાની સાથે ગ્રાહકોનું ટોળુ એક્ઠુ કરી સોશિયલ ડિસન્ટન્સ નહિ જાળવતા પોલીસે એપેડમીક ડિસીઝ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી દુકાનદારોની ધરપક્ડ કરી છે. લોક્ડાઉનમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવી છે. તેમ છતા કેટલાક દુકાનદારો બેરોકટોક દુકાન ખુલ્લી રાખી ગ્રાહકોનું ટોળું એક્ઠુ કરી રહ્યા છે. જે અંતર્ગત ભટાર ટેનામેન્ટ સ્થિત ઇન્ડિયા બેકરીમાં સોશિયલ ડિસન્ટન્સ જાળવ્યા વિના ૧૦થી વધુ ગ્રાહકો એક્ઠા થયેલા હોવાથી દુકાનદાર વિનોદ ગોપીચંદ ગુજરાતી, પાલીગામ ત્રણ રસ્તા નજીક યાદવ નગરમાં આવેલી મારૂતિ મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાનના માલિક રજનીશ સિકંદર ગૌડ, વિષ્ણુનગર પ્લોટ નં. ૧૪૦માં માયા સ્ટીલ નામની દુકાનમાં સોશિયલ ડીસટન્સ જાળવ્યા વિના ૧૦થી વધુ ગ્રાહકોનું ટોળુ એક્ત્ર કરનાર દુકાનદાર જયપ્રકાશ રાજેન્દ્ર પ્રસાદ, ઉન ગામ તિરૂપતી નગરમાં બુટ-ચંપલની દુકાન ખુલ્લી રાખી ગ્રાહકોનું ટોળુ એક્ઠું કરનાર દુકાનદાર શાહજહાંખાન સોહરાબખાન વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી તમામની ધરપક્ડ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application