Tapi mitra News-અલથાણ ખોડીયાર નગર સોસાયટી પાસે કોમ્યુનિટી હોલમાં સોશ્યલ ડિસ્ટન્સની સાથે ૩ થી ૪ હજાર શ્રમિકોને અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા બે ટાઇમનું ભોજન આપવામાં આવતુ હતુ. પરંતુ આઝાદ નગરમાં પોઝીટીવ કેસ મળી આવતા ત્યાંના લોકો આ કોમ્યુનિટી હોલમાં ભોજન લેવા આવતા હોવાની શકયતાના આધારે તંત્ર દ્વારા બુધવારથી જ આ ભોજન કેન્દ્ર બંધ કરતા શ્રમિકોની હાલત કફોડી બની છે. શ્રમિકોને વતન મોકલવાની કે બે ટાઇમ ભોજનની વ્યવસ્થા તંત્ર દ્વારા કરી આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
સુરત શહેરમાં વિવિધ ભોજન કેન્દ્રો પરથી લગભગ ૮ લાખથી વધુ લોકોને ભોજન સુરત મહાનગર પાલિકા , એનજીઓ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા પુરૂ પાડવામાં આવી રહ્યું છે. પરંતુ ભોજન વિતરણની કામગીરી કરનારાઓમાં પણ પોઝીટીવ દર્દી મળી આવતા સુરત મહાનગર પાલિકા દ્વારા ભોજન કેન્દ્ર બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત જે વિસ્તારમાં ભોજન કેન્દ્રો ચાલી રહ્યા છે તેના એક કિલોમીટરની અંદર પોઝીટીવ કેસ મળી આવતા પાલિકાએ ગંભીરતાથી તેની નોîધી લીધી છે. જેના ભાગરૂપે ભટાર આઝાદ નગર રોડ પર એક કેસ મળી આવતા પાલિકા દ્વારા અલથાણ રોડ ખોડીયાર નગર સોસાયટીમાં ૩ થી ૪ હજાર શ્રમિકોને અપાતું ભોજન બંધ કરાતા તેઓમાં રોષ ફાટી નિકળ્યો છે. શ્રમિકોએ સુરત મહાનગર પાલિકા સુધી પોતાનો અવાજ અને રજુઆત પહોચે તે માટે મિડીયાનો સહારો લીધો હતો. આ ભોજન કેન્દ્ર બંધ કરવા પાછળ એક કીલોમીટરની અંદર આઝાદ નગરમાંથી પોઝીટીïવ કેસ મળી આવ્યો છે. ત્યાંથી લોકો અહીં ખોડીયાર નગરમાં ભોજન લેવા માટે આવતા હોવાના કારણે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ ખોડીયાર નગર સોસાયટીમાં ૩ થી ૪ હજાર શ્રમજીવી પરિવાર રહે છે. તેઓને ભોજન ન મળતાં તેઓએ અપીલ કરી છે કે તેઓને વતન મોકલવામાં આવે અથવા તો ભોજનની બે ટાઇમની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કર્યો છે. હાલ પાલિકા દ્વારા આ શ્રમિકોને ભોજનની વ્યવસ્થા થાય તે માટેના પગલાઓ લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application