Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વતન જવાની આશાએ મોટી સંખ્યામાં પરપ્રાંતિયો ફોર્મ જમા કરાવવા સાંસદની ઓફીસની બહાર પહોચ્યા

  • April 29, 2020 

Tapi mitra News-લોકડાઉનના સમયગાળા દરમિયાન હવે વતન જવા માટે પરપ્રાંતીના લોકોએ લાઈનો લગાવી છે. જે અંતર્ગત વિતેલા બે દિવસમાં લગભગ ૬ હજારથી વધુ લોકોએ જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરી છે. તે પૈકી ચાર લકઝરી બસો બુધવારે આજે ઓરિસ્સા જવા માટે રવાના થઇ હતી. જેમાં ૨૨૦થી વધુ લોકોને લઇ જવામાં આવ્યા હતા. બીજી બાજું શ્રમ વિભાગ દ્વારા સેલ્ટર હોમમાં આસરો લઇ રહેલા ૫૧ રાજસ્થાની કારીગરોને પણ એસટી બસમાં વતન મોકલવામાં આવ્યા હતા. જેથી વતન જવાની આશાએ અસંખ્ય પરપ્રાંતિયો સોશિયો સર્કલ અંબાનગર ખાતે આવેલા સાંસદ સી.આર.પાટીલ.ની અોફીસની બહાર લાંબી લાઇનોમાં ઉભા રહી ગયા હતા. આ પરપ્રાંતિયો ફોર્મ લેવા અને જમા કરાવવા માટે આકરા તાપમાં ઉભા હતા. પરંતુ સોશ્યલ ડિસ્ટન્સીંગનો અભાવ અને કોરોના વાયરસના સંક્રમણની શકયતા વધી જતાં પોલીસ દ્વારા આ તમામ પરપ્રાંતિયોને ત્યાંથી ભગાડવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસની આ કામગીરીના કારણે પરપ્રાંતિયોમાં રોષ ફાટી નિકળ્યો છે. આ ઉપરાંત સી.આર.પાટીલ.ના ઘરની બહાર પણ મોટી ભીïડ જાવા મળતા પોલીસ દોડી આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application