Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના ઓલપાડમા લોકલ ટ્રાન્સમિશનનો બીજો કેસ:સાડા ત્રણ વર્ષની બાળકી કોરોનામા સપડાઈ

  • April 29, 2020 

Tapi mitra News-સુરત જિલ્લામાં શરૂ થયેલા લોકલ ટ્રાન્સમિશનના કોરોનાના કેસમાં ઓલપાડ તાલુકાના સાંધીએર ગામમાં રહેતી સાડા ત્રણ વર્ષની બાળકી કોરોના સપડાતા નવી સિવિલ હોસ્પિટલમા દાખલ કરાઈ છે. માં અને દીકરી બંને ગામની બહાર ગયા નથી. આ ઉપરાંત ઉમરપાડા તાલુકામાં બે અને ઝંખવાવમાં એક કેસ મળી આવ્યો છે. આ સાથે જીલ્લામાં કુલ ૨૫ પોઝીટીવ કેસો નોધાઇ ચુકયા છે. સુરત જિલ્લામાં એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં કોરોના વાયરસ ફેલાવવાની શરૂઆત થયા બાદ ઓલપાડ તાલુકામાં કોરોનાનો બીજો પોઝિટિવ કેસ આવ્યો છે. ઓલપાડના સાંધીએર ગામમાં રહેતા પ્રવીણભાઈ કથારિયાના દીકરા હેમલની સાડા ત્રણ વર્ષની દીકરી ધારવીનો રિપોર્ટ પોઝિટિવ આવતા મોડી રાત્રે જ માબાપ સાથે દીકરીને સિવિલમાં દાખલ કરાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ પરિવારમા બાપ દીકરા લોક ડાઉનનુ પૂરેપૂરું પાલન કરતા હતા. અઠવાડિયામા એકાદ વખત શાકભાજી કે વસ્તુઓ લેવા બહાર જતાં હતાં. થોડા દિવસ પહેલા દીકરી ને શરદી ખાસીનો પ્રોબ્લેમ થતાં સરકારી દવાખાનામા બતાવ્યું હતું. ત્યારબાદ ફરી આ પ્રોબ્લેમ થતાં કોરોનાની ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. આ બાળકી સાથે પરિવારજનો અને સંપર્ક આવનારાઓને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે માતા અને દીકરી બંને ગામની બહાર ગયા નથી તેમ છતાં પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ઉપરાંત ઉમરપાડા તાલુકામાં બે અને ઝંખવાવમાં એક કેસ નોધાયો છે. આમ અત્યાર સુધી કુલ ૨૫ કેસો સામે આવી ચુકયા છે. અત્યાર સુધી ઓલપાડમાં બે, કામરેજમાં બે, મહુવામાં સાત, ચોર્યાસીમાં બે, માંડવીમાં ૩, માંગરોળમાં બે, ઝંખવાવમાં એક અને ઉમરપાડામાં ૬ કેસ નોધાયા છે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application