Tapi mitra News-તાપી જીલ્લાના અંતરિયાળ ગામોના માર્ગો પરથી કાળા બજારિયાઓ ચોરી છુપીથી ગુટખા અને તમાકુ સપ્લાય કરી રહ્યા છે. કોરોના મહામારીને કારણે તંબાકુ અને ગુટખા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તા.29મી એપ્રિલ નારોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મલંગદેવ નજીક વીરથવા ગામના ચેકપોઈન્ટ પાસેથી ગુટખા અને તમાકુ ભરેલા ટેમ્પો સાથે ટેમ્પો ચાલક રજાકભાઈ અઝીઝ મેમણ રહે,લખાણીપાર્ક,નવાપુર જી.નંદુરબાર-મહારાષ્ટ્ર ને પોલીસે ઝડપી પાડ્યો છે. ટેમ્પો ચાલકની પૂછપરછ દરમિયાન ગુટખા અને તંબાકુનો જથ્થો ડાંગ જીલ્લા માંથી નવાપુર લઈ જવાતો હોવાનું જાણવા મળ્યું હતું. ટેમ્પા નંબર એમએચ/39/સી/682 માંથી રૂપિયા 84,100/-ના ગુટખા અને તંબાકુ મળી આવતા ટેમ્પો સહિત કુલ રૂપિયા 2,84,100/-નો મુદ્દામાલ સોનગઢ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ રમણભાઈ નાઓની ફરિયાદના આધારે આઈસર ટેમ્પો ચાલક રજાકભાઈ અઝીઝ મેમણ સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
High light- ટેમ્પો ચાલકની પૂછપરછ દરમિયાન ગુટખા અને તંબાકુનો જથ્થો ડાંગ જીલ્લા માંથી નવાપુર લઈ જવાતો હોવાનું જાણવા મળ્યું હતું.
High light-મલંગદેવ નજીક વીરથવા ગામના ચેકપોઈન્ટ પાસેથી ગુટખા અને તમાકુ ભરેલા ટેમ્પો સાથે ટેમ્પો ચાલક રજાકભાઈ અઝીઝ મેમણની અટક કરવામાં આવી.
high light-ગુટખા અને તંબાકુ મળી આવતા ટેમ્પો સહિત કુલ રૂપિયા 2,84,100/-નો મુદ્દામાલ સોનગઢ પોલીસે જપ્ત કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application