Tapi mitra News-કોરોનાનું સંક્રમણ વધે નહિ અને લોકડાઉન નો કડક અમલ થાય અને સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તે માટે તાપી જિલ્લા પોલિસ દ્વારા સોનગઢ નગરમાં વિવિધ પોલિસ પોઇન્ટ પર ફરજ બજવતા પોલિસ કર્મીઓ તેમજ સામાન્ય નાગરિકોને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું...
સમગ્ર દેશ અત્યારે કોરોનાના સકંજામાં છે. અને સરકાર દ્વારા લોકો ડાઉન જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે તેનો અમલ કરાવતી પોલીસના ઉમદા કાર્ય પણ ધીમેધીમે સામે આવી રહ્યા છે.અહીં વાત કરીએ તાપી જિલ્લાના સોનગઢ નગરની લોકડાઉન વચ્ચે અને હાલ ગરમીની સિઝન માં મેડિકલ તથા બેંકનાં કામકાજ કે અન્ય કામ માટે આવતા ગ્રામ્ય વિસ્તારોના લોકોને તાપી પોલીસ દ્વારા છત્રીની છત્રછાયા આપવામાં આવી રહી છે.આકરી ગરમીમાં તાપી જિલ્લા પોલીસ લોકડાઉન વચ્ચે પોતાની ફરજની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતી જોવા મળી હતી.જેને લોકોએ બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application