Tapi mitra News-વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આવી વિકટ પરિસ્થિતિમાં ગરીબવર્ગની વ્હારે આવી રાજય સરકાર દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકોને જીવનજરૂરી વસ્તુઓ મળી રહે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. લિંબાયતના જાગૃત્ત જનપ્રતિનિધિ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા લીંબાયત વિધાનસભા વિસ્તારમાં ગરીબ જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારે તેવી દવા અને માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે લોકોને કોરોના વાયરસ વિશે સમજ આપી "ઘરમાં રહો સુરક્ષિત રહો" તેવો સંદેશ આપી સોશીયલ ડિસ્ટન્સ જાળવી રાખવાની સૂચના આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application