Tapi mitra News-પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતિમાં ઉત્તરાખંડમાં સુરતના ૫૭ જેટલા યાત્રાળુઓ ફસાયેલા હતા. જેની જાણ સુરતના સાંસદશ્રી દર્શનાબેન જરદોશને થતા તેમણે યાત્રાળુઓને તેમના ઘરે સુરક્ષિત પરત લાવવા માટે તાત્કાલિક ઉત્તરાખંડ સરકારને રજૂઆત કરી હતી. ઉત્તરાખંડ સરકારની સહાય મળતાં તમામ ૫૭ યાત્રાળુઓને સહીસલામત સુરત ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. જેના માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ બસની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં યાત્રાળુની સાથે રહેલા હેમરાજ ખલાણે દ્વારા સાંસદશ્રી સાથે સંકલન કરવામાં આવ્યુ હતુ. યાત્રાળુઓને સુરક્ષિત રીતે સુરત પરત લાવવા બદલ તેમના પરિવારો દ્વારા સાંસદશ્રી દર્શનાબેન જરદોશનો આભાર માનવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application