Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં હોમિયોપેથીક ડોકટરોની ટીમ દ્વારા રોગપ્રિકારકશક્તિ વધારવા માટે દોઢ લાખ લોકોને હોમિયોપેથીક દવાનું સેવન કરાવાયું

  • April 28, 2020 

Tapi mitra News-ભારત દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે સુરતમાં હોમિયોપેથીક દોકટરોની ટીમ દ્વારા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા ભારતીય સંસ્કૃતિની ભેટ એવી હોમિયોપેથીક દવાનું લોકો સેવન કરાવવામાં આવે છે. કોરોનાની આ લડાઈમાં લોકોએ હોમિયોપેથીક દવાઓનું મહત્વ સ્વીકાર્યું છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તથા કોરોનાનું સંક્રમણ થાય તો ઓછામાં ઓછી શારીરિક તકલીફ પડે તે માટે સુરતના હોમિયોપેથીક ડોક્ટરોની ટીમ દ્વારા અત્યાર સુધીમાં દોઢ લાખ લોકોને આ દવા પહોંચાડીને લોકોની સેવા કરી રહ્યા છે. આ સેવા બદલ સુરતના સાંસદશ્રી દર્શના જરદોશ દ્વારા ડો.સંજયભાઈ ડુંગરાણી, ડો. ચિંતનભાઈ, ડો. કિશોરભાઈ લાખાણી, ડો પરેશભાઈ કાકડીયા તથા તેમની સમગ્ર ટીમની મુલાકાત લઇ તેમની કામગીરીની સરાહના કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application