Tapi mitra News-કોરોના વાયરસની વૈશ્વિક સંક્રમણ વચ્ચે સૂરત શહેરમાં પાંચ સભ્યોની કેન્દ્રીય ટીમ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહી છે. જેમાં આજરોજ ભારત સરકારના કેન્દ્રીય ટીમના વડા અને જળશક્તિ મંત્રાલયના એડિશનલ સેક્રેટરીશ્રી જી.અશોમ કુમારે સૂરત શહેરની સ્મીમેર હોસ્પિટલ ખાતે તૈયાર થયેલી ૫૪૦ બેડની કોવિડ-૧૯ની હોસ્પિટલની મુલાકાત લઈ સ્મીમેરના ડોકટરશ્રીઓ સાથે જરૂરી પરામર્શ કર્યો હતો.
કોરોના વાયરસમાં પોઝીટીવ દર્દીઓ માટે તૈયાર કરવામાં આવેલી ૫૪૦ બેડની હોસ્પિટલની મુલાકાત લઈ અધિકારીઓ સાથે શ્રી જી.અશોમ કુમારે સમીક્ષા બેઠક યોજી હતી. હોસ્પિટલમાં ઓક્સિજનની ફેસિલીટી, સ્ટાફ, લેબ ટેચની કલીનીકલ, ઈ.સી.જી.ની સુવિધાની માહિતી મેળવી હતી. કોરોના સામે લડવા માટે સ્મીમેરના ૧૭૪૭ ડોકટર/કર્મચારીઓ તથા મહાનરગપાલિકાના અન્ય ૭૫૦૪ જેમાં સફાઈ કામદારો, ટેકનીકલ સ્ટાફ વગેરેને આપવામાં આવેલી તાલીમની વિગતો સ્મીમેરના ડોકટરશ્રીએ આપી હતી. તેમની સાથે સ્મીમેરના સુપ્રિન્ટેન્ડન્ટ વંદના દેસાઈ તથા અન્ય ડોકટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application