Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભોજન પર જ્ઞાતિનું લેબલ નથી લાગ્યું, હિન્દુ-મુસ્લિમ યુવાનો ૩૧ દિવસથી ૧૦૦૦ લોકોને ભોજન આપી એકતાનું પ્રતિક બન્યા

  • April 28, 2020 

Tapi mitra News-જો સેવાના સાગરમાં પવિત્ર થવાનો અવસર સામે હોય અને હું લોકડાઉન રહું તો મનુષ્ય જીવનનું ૠણ પણ કેમ ચૂકવી શકીશ એવી ભાવના રાખતા ઉધના યાર્ડ ભાવના નગરના હિન્દુ-મુસ્લિમ યુવાનો છેલ્લા ૩૧ દિવસથી રોજ લગભગ ૧૦૦૦ લોકોને પોતાને હાથે બનાવેલું ભોજન ખવડાવી રહ્યા છે. એટલું નહીં પણ પવિત્ર રમઝાન માસના ઉપવાસમાં ૧૫ કલાક સુધી પાણીથી પણ દૂર રહેતા આ મુસ્લિમ યુવાનો ૪૦-૪૧ ડીગ્રી તાપમાનમાં રસોડું સંભાળી કોમી એકતાનું પ્રતિક બની ગયા છે. ભોજન પર કોઈ જ્ઞાતિનું લેબલ નથી લાગેલું, એ માત્ર ભૂખ્યાનું પેટ ભરે છે, કોઈ પણ સરકાર પોતાના દેશના નાગરિકોને ભૂખ્યા સુતા નથી જોઈ શકતી તો અમે તો ભારતીય છે. અમારા વિસ્તારમાં આ મહામારી અને લોકડાઉન વચ્ચે કોઈ ભૂખ્યું કેમ સુઈ જાય એ ધ્યાન રાખવાની જવાબદારી નિભાવી રહ્યા છે આ યુવાનોએ આવું કહી દરેક સમાજમાં માનવતાની મહેક ફેલાવી દીધી છે. સુરતમાં કોરોના વાઇરસના પહેલા કેસ બાદ તાત્કાલિક લોકડાઉન કરી લોકોને ઘરમાં રહેવાની સૂચના આપી દેવાઈ હતી. જેને લઈ રોજ કમાઈને ખાતા ગરીબ પરિવારો માટે પેટીયુ ભરવું જીવન સામે એક ચુનોતી બની ગઈ હતી. ૨૪ કલાકમાં જ લોકોની લાચારી આંખે સામે દેખાવવા લાગી હતી પણ તેઓ કોઈને કહી શકતા ન હોવાનું પણ જોઈ રહ્યા હતા. બસ ત્યારે જ હૃદયથી અવાજ આવ્યો કંઈ કરવું જોઈએ આ તમામ લોકો માટે એટલે મિત્રોને વાત કરી અને તમામ તૈયાર થઈ ગયા હતા. પહેલા દિવસે ૧૦૦૦ લોકોનું રસોડું ઉભું કરવું એટલે જાણે લોખંડના ચણા ખાવા જેવી વાત હતી. તમામ સામગ્રીઓ ભેગી કરવી જેવી કે વાસણ, બળતણ માટે લાકડા, શાકભાજી, ચોખા, મસાલા વગેરે વગેરે, જોકે તમામ મિત્રોએ પોતાની જવાબદારીનું કામ સંભાળી લીધું તો સાંજે ૪ વાગે રસોડું ઉભું કરી તમામ મિત્રો રસોઈ બનાવવામાં મંડી પડ્યા હતા. સાંજે સાત વાગ્યા સુધીમાં રસોઈ તૈયાર અને ત્યારબાદ માત્ર એક કલાકમાં જ તમામ મિત્રોએ ટીમ બનાવી ઘરે ઘરે લોકોને ભોજન પહોંચાડી સેવાના કાર્યની શરૂઆત કરી હતી. આજે ૩૧મો દિવસ છે હવે બધું જ સરળતાથી ચાલી રહ્યું છે. અને ખૂબ આનંદ થાય છે કમાઈનો પૈસો પહેલીવાર કોઈ યોગ્ય જગ્યા પર ખર્ચી રહ્યા છે. પરવેજભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, આ ટીમ વર્ક જીવનમાં યાદગાર બની રહેશે કારણ કે હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને આ માસમાં લગભગ દરેક મુસ્લિમ ૧૫ કલાકના રોઝા રાખી પાણી વગર બંદગી કરતો હોય છે. આવા સમયમાં મારા મુસ્લિમ મિત્રો આજે ભરબપોરે એટલે કે ૪૦-૪૧ ડીગ્રી તાપમાનમાં ૧૦૦૦ જરૂરિયાતમંદ લોકો માટે ભોજન તૈયાર થાય એ માટે રસોડું સંભાળી રહ્યા છે તો હિન્દુ યુવાનો ઘરે ઘરે ભોજન પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application