Tapi mitra News-ખજોદમાં તૈયાર થઈ રહેલા એશિયાના સૌથી મોટા ડાયમંડ બુર્સ ડ્રીમ પ્રોજેકટના મજૂરો આજે ફરી વિફર્યા હતા. વતન જવાની માંગ અને બહારથી મજૂરો લાવવામાં આવતા મજૂરોએ હોબાળો મચાવ્યો હતો. ઓફિસ સુરક્ષા કેબીન સહિત અન્ય સામાનમાં તોડફોડ કરી હતી. જો કે પોલીસ ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો. દરમિયાન ફરી હોબાળો અને તોડફોડ થતા પોલીસનો માટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ખજોદમાં મંગળવારે ફરી ડાયમંડ બુર્સના મજૂરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. બહારથી મજૂરો લાવવામાં આવતા સ્થાનિક કામદારો વિફર્યા હતા. મેનેજમેન્ટ અને કોન્ટ્રાકટર સામે રોષે ભરાયેલા મજૂરોએ ઓફિસ સુરક્ષા કેબીન સહિત અન્ય સામાનમાં તોડફોડ તોડફોડ કરી હતી. સાથે સાથે વતન જવાની માંગ પણ કરાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. લગભગ ૪૦૦૦ કારીગરો ડાયમંડ બુર્સ પ્રોજેકટમાં કામ કરી રહ્યા છે. ગત ૧૦ એપ્રિલના રોજ ડાયમંડ બૂર્સના મજૂરો દ્વારા પુરતું ભોજન ન મળતું હોવાથી હોબાળો મચાવ્યો હતો. મજૂરોને પોલીસ અધિકારીઓએ સમજાવતા મામલો માડ માંડ થાળે પડ્યો હતો. દરમિયાન ફરી હોબાળો અને તોડફોડ થતા પોલીસનો માટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application