Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રશિયામાં સુરતના મેડિકલના ૨૦ વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા

  • April 28, 2020 

Tapi mitra News-કોવિડ-૧૯ની ઇફેક્ટ સમગ્ર દુનિયામાં ઘાતક બની રહી છે ત્યારે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં જ સુરક્ષિત અનુભવી રહ્યો છે. પરંતુ કેટલાંક એવા લોકો પણ છે જે કામકાજ અર્થે કે અભ્યાસ માટે હજી વિદેશમાં ફસાયા હોય. ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ થવાના લીધે આ સ્થિતિ સર્જાઈ છે. રશિયા એમ.બી.બી.એસ. માટે અભ્યાસ કરવા ગયેલાં સુરતના અંદાજે ૨૦ જેટલાં વિદ્યાર્થીઓ રશિયામાં ફસાયા છે. તમામને હાલ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રોકાવાની ફરજ પડી છે. સ્થાનિક પ્રશાસન મદદ તો કરી રહ્યુ છે પરંતુ વિદ્યાર્થીઓએ ઘર પરત ફરવા ઇચ્છી રહ્યા છે. સુરતના સીંગણપોર ખાતે રહેતા પંકજ સોલંકીનો પુત્ર દેવાંગ હાલ રશિયા પમ્પકેટ યુનિટવર્સિટીમાં છે. આ અંગે પંકજ પરમારે કહ્યુ કે મારો પુત્ર ગત વર્ષથી એમબીબીએસ કરવા માટે રશિયા ગયો છે. ત્યાં સુરતના ૨૦થી વધુ વિદ્યાર્થીઓ છે. તેઓને સુરત આવવું છે. પરંતુ હાલ કોઈ ફ્લાઇટ ન હોવાથી તેઓ અટવાયા છે. ચિંતા એટલાં માટે થઈ રહી છે કેમકે રશિયામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હાલ આંકડો ૮૦ હજારની પાર થઈ ગયો છે. દેશના પીએમ નરેન્દ્ર મોદી, રાજયના સીએમ વિજય રૂપાણી આ મામલે કંઇ કરે એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application