Tapi mitra News-સુરતના ડિંડોલી ઠાકુરનગરમાં મંગળવારે સવારે સોશ્યલ ડિસ્ટનસીંગનો અમલ થતો ન હોય તો પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરતા ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ સાથે ઘર્ષણ સર્જી પથ્થરમારો કર્યો હતો. પોલીસે સ્થિતિ કાબુમાં પોલીસ ફોર્સને ત્યાં બોલાવી હળવો લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી ૧૦ થી વધુની અટકાયત કરી હતી. જયારે રસ્તા ઉપર ઉતરી આવેલા લોકોને સમજાવી ઘરે પરત મોકલ્યા હતા.આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઘવાયા હોવાનું અને પોલીસ વાહનને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં રેલવે ટ્રેકને અડીને આવેલા ઠાકુરનગરમાં મંગળવારે સવારે સોશ્યલ ડિસ્ટનસીંગનો અમલ થતો ન હોય સ્થળ ઉપર ડિંડોલી પોલીસ મથકની પીસીઆર વાન પહોંચી હતી. પોલીસે લોકોને સોશ્યલ ડિસ્ટનસીંગનો અમલ કરવા સૂચના આપી કાર્યવાહી શરૂ કરી હતી. તે સમયે પોલીસે એક યુવાનને ડંડો મારતા સ્થિતિ વણસી હતી અને લોકોના ટોળાએ એકત્ર થઈ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે સ્થિતિ કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકો ઉશ્કેરાયેલા હોય સ્થિતિ વધુ વણસે નહીં તે માટે વધારાની પોલીસ ફોર્સને ત્યાં બોલાવી હતી. પોલીસ કર્મચારીઓની મદદ માટે એસઆરપી, ડિંડોલી અને લિંબાયત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.સ્થળ ઉપર પહોંચેલી વધારાની ફોર્સે લોકોને કાબુમાં લેવા હળવો લાઠીચાર્જ કર્યો હતો અને સ્થળ ઉપરથી ૧૦થી વધુની અટકાયત કરી હતી.પોલીસે રસ્તા ઉપર ઉતરી આવેલા લોકોને ઘરે જવા સમજાવી પરત મોકલ્યા હતા. બાદમાં ત્યાં સ્થાનિક પોલીસની સાથે એસઆરપીને પણ ગોઠવી દીધી હતી.જોકે,આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઘવાયા હોવાનું અને પોલીસ વાહનને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application