બુલંદશહેર:મહારાષ્ટ્રના પાલઘર બાદ હવે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં બે સાધુઓની ગળું કાપીને હત્યા કરી નાખવાનો મામલો સામે આવ્યો છે. મંદિર પરિસરમાં આવેલા રૂમમાંથી બંને સાધુઓની લાશ લોહીથી લથપથ હાલતમાં જોવા મળ્યાં. ઘટના અનૂપશહેર પોલીસ સ્ટેશન વિસ્તારના પગોના ગામની છે. પોલીસે શકના આધારે ગામના એક યુવકની અટકાયત કરી છે. યુવક ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું કહેવાય છે. યુવક અને સાધુઓ વચ્ચે ગઈ કાલે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઘટના બાદ બુલંદશહેરના એસએસપી સહિત પોલીસના ટોચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને બારીકાઈથી તપાસ હાથ ધરી. પોલીસે પ્રાથમિક તપાસમાં આ હત્યામાં ગામના જ નશેડી યુવાન મુરારીનું નામ સામે આવ્યું છે.બુલંદશહેર પોલીસનો દાવો છે કે અટકાયતમાં લેવાયેલો મુરારી લાંબા સમયથી ભાંગનો નશો કરે છે. આરોપી પર બે દિવસ અગાઉ બાબાનો ચિપિયો ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. આરોપ છે કે આ વાતને લઈને મૃતક સાધુઓ અને આરોપી મુરારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેને લીધે આરોપી મુરારીએ બંને સાધુઓને અંજામ ભોગવવાની ધમકી પણ આપી હતી. પોલીસ અધિકારીઓનો દાવો છે કે આરોપી પોલીસ અટકાયતમાં છે અને આરોપી હજુ પણ નશાની હાલતમાં છે. હાલ બંને સંતોના પોસ્ટમોર્ટમ થઈ રહ્યાં છે. જ્યારે ઘટનાસ્થળની પણ ફોરેન્સિક તપાસ થઈ છે. બુલંદશહેર પોલીસના ટોચના અધિકારીઓ મુરારીની તપાસ કરી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application