Tapi mitra News-તાપી જીલ્લામાં આજદિન સુધી વ્યારા તાલુકાનાં માયપુર સહિત વાલોડ તાલુકાનાં કલમકુઇ ગામના મળી “કોરોના”ના કુલ બે પોઝેટિવ કેસની નોંધ થવા પામી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલ તરફથી મળેલી વિગતો અનુસર આ અગાઉ વ્યારા તાલુકાના માયપુર ગામની મહિલા સહિત કલમકુઇ ગામના આરોગ્ય કર્મચારી કે જેઓ સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં નરેણ સબ સેન્ટર ખાતે ફરજ બજાવે છે, અને કલમકુઇ ગામે નિવાસ કરે છે. જેમનું સેમ્પલ માંડવી ખાતે લેવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ પોઝેટિવ આવતા આ કેસની નોંધ પણ, તાપી જીલ્લા ખાતે કરવામાં આવી છે. જે મુજબ તાપી જીલ્લામાં બે પોઝેટિવ કેસ નોંધાવા પામ્યા છે. આ ઉપરાંત સોનગઢ તાલુકાના નાની ખેરવાણ ગામનો યુવક કે જે છેલ્લા ત્રણ માસથી સુરતની કિરણ હોસ્પીટલમાં ફરજ બજાવે છે અને ત્યાં જ રહે છે. જેમનું સેમ્પલ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લેવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ પોઝેટિવ આવતા આ કેસની નોંધ સુરત જીલ્લામાં કરવામાં આવી છે. આમ, તાપી જિલ્લામાં માયપુર અને કલમકુઇ ખાતે માલૂમ પડેલા કોરોના પોઝેટિવ કેસને લઈને તાપી કલેક્ટર શ્રી આર.જે.હાલાણીએ તેમની ટિમ સાથે આ ગામોની જાતમુલાકાત લઈ, આ ગામોને કન્ટેઇનમેંટ વિસ્તાર તથા સંબંધિત વિસ્તારને બફર ઝોન જાહેર કરી, અગમચેતીના તમામ પગલાઓ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આજદિન એટ્લે કે તા.27 4 2020 ના રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં કુલ 204 સેંપલો લીધા છે. જે પૈકી 203 સેમ્પલ નેગેટિવ, અને 1 સેમ્પલ પોઝેટિવ આવવા પામ્યો છે. હાલની સ્થિતિએ જીલ્લામાં 32 વ્યક્તિઓને ક્વોરોંટાઈન હેઠળ રાખવામા આવ્યા છે, જ્યારે 87 વ્યક્તિઓને ક્વોરોંટાઇન પૂર્ણ થવા પામ્યા છે, એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલે વધુમાં જણાવ્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500