હનીફ માંજુ દ્વારા ભરૂચ:જંબુસર તાલુકાના દહેગામ ગામે ગત ૨૮ માર્ચે પેટ્રોલિંગ કરી રહેલી કાવી પોલીસની ટીમ પર ૫ શખ્સોએ હુમલો કર્યો હતો. પોલીસ સાથે ઝપાઝપી કરતાં કાવી પોલીસ મથકે ફરિયાદ નોંધી તમામની ધરપકડ કરી હતી.પોલીસે પાસાની ફાઇલ તૈયાર કરી જેને કલેક્ટરની મંજૂરીની મહોર પાસાની દરખાસ્ત મંજૂર કરતાં તેમને સૂરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયાં હતાં. કાવી પોલીસની ટીમ ગત ૨૮મી માર્ચના રોજ દહેગામ ગામમાં લોકડાઉનના અમલીકરણ માટે પેટ્રોલિંગમાં હતી. તે વેળાં ગામમાં રહેતાં શોકત અબ્દુલ મહમદ બડા, અલાઉદ્દીન ઉસ્માન ચોક્સી, સઇદ ઉસ્માન ખીલજી તેમજ મુબસ્સીર શબ્બીર મિરસાબ અને અઝરૂદ્દીન ઉસ્માન ચોક્સીએ પોલીસકર્મીઓને અપશબ્દો ઉચ્ચારી તેમના પર હૂમલો કર્યો હતો. બનાવને પગલે કાવી પોલીસે પાંચેય વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. દરમિયાનમાં પોલીસે તેમની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતાં કલેક્ટરે દરખાસ્તને મંજૂર કરી તમામને સૂરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application