હનીફ માંજુ દ્વારા ભરૂચ:સરકાર દ્વારા અખાત્રીજથી શરતોને આધીન કેટલીક દુકાનોને ખોલવા માટે છૂટછાટ આપી હતી. જોકે રવિવાર હોઇ તેમજ લોકોને સરકાર દ્વારા જાહેર કરેેલી છુટછાટને લઇને મુંઝવણ હોઇ કેટલાક વેપારીઓએ દુકાનો ખોલી ન હતી. જોકે કેટલાંક દુકાનદારોએ શટર ખોલી અખાત્રીજની બોણી કરી હતી. આમ લોકડાઉનના કારણે છેલ્લા ૩૨ દિવસથી બંધ ભરૂચ પુનઃ ધમધમતું થયું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટરે કેટલાક વેપાર-ધંધાને શરૂ કરવાની છુટછાટ આપતું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પુસ્તકોની દુકાનો, ઇલેક્ટ્રીક પંખાની દુકાનો, પ્રિ-પેઇડ મોબાઇલ કનેક્શન માટેની રિચાર્જ સુવિધાઓ, તેમજ બ્રેડ, દુધ, ફ્લોર મીલ, દાળ મીલ તથા કૃષિ સંબંધિત આયાત-નિકાસ માટેની સુવિધાઓ જેમ કે, પેક હાઉસ, બીજ અને બાગાયત પેદાશો માટે નિરિક્ષણ-માવજતની સુવિધાઓને છુટછાટ અપાઇ છે. જ્યારે પાનના ગલ્લા, હેર સલૂન, સ્પા, ચ્હાની લારીઓ તેમજ રેસ્ટોરન્ટ - હોટલોને બંધ રાખવાનો હુકમ કર્યો છે. ઉપરાંત માત્ર રેસિડન્સ કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનો તેમજ એકલ દોકલ દુકાનોને જ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ૫૦ ટકા કામદારો સાથે દુકાનો ચાલુ રાખવા સૂચના આપી છે. દુકાનોને સમય મર્યાદા રાખવામાં આવે તો લોકોની ભીડ થવાની શક્યતાઓને લઇને તંત્રે છુટછાટ અપાયેલી દુકાનોને દિવસભર ખુલ્લી રાખવાની છુટ આપી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500