હનીફ માંજુ દ્વારા ભરૂચ:વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી / જુગારની અસામાજીક પ્રવૃતી ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી . આઇ . દેસાઇ સાહેબ અંક્લેશ્વર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઈન્સ્પેક્ટર ઓ . પી . સીસોદીયા નાઓની સુચના મુજબ પો . સ . ઈ . વી . આર . ઠુંમર નાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર શહેર પો . સ્ટેશન વિસ્તારમાં ડોકટર તરીકેની ડીગ્રી ન હોવા છતા દવાખાનું ચલાવી રહેલ જેથી તાલુકા હેલ્થ ઓફીસર શ્રી ડો . દિનેશભાઇ વસાવા સાહેબનાઓને સાથે રાખી ડોકટર ઇન્દ્રનીલ ઉર્ફે રાહુલ જી /ર્ દિનચંદ્ર બિસ્વાસ , ઉવ .૨૪ ,રહે . મુન્ના પાલના મકાનમા ,આર.કે. નગર ,ચંડાલ ચોકડી પાસે , ગડખોલ , તા.અંકલેશ્વર ,જી .ભરૂચ ,મુળ રહે.તારકનગર , કિષ્ણા નગર ,જી .નદીયા ,પશ્ચિમ બંગાળ નાઓને ગડખોલ , આર.કે. નગર ખાતેથી જુદી જુદી દવાઓ તથા દવાખાનાના સાધનો મળી કુલ કિંમત રૂ .૯૯૨૩ / - તથા કમલકુમાર બલ્લર પટેલ , ઉવ ૫૪ .આ ,રહે .અંસાર માર્કેટ ,ગોસીયા મજીદ પાસે ,ભડકોદ્રા ,તાઅંકલેશ્વર ,જી. ભરૂચ ,મુળ રહેલટોની , પોસ્ટ ખેતનપુર , તા . બનારસ જી. ઉત્તરપ્રદેશ નાઓને અંસાર માર્કેટમા ગોસીયા મજીદ પાસે ની શોપીંગ માંથી જુદી જુદી દવાઓ તથા દવાખાનાના સાધનો કિમત રૂ . ૧૪૩૫ / - સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. ઉપરોકત કામગીરી અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી . આર . ઠુમ્મર તથા એ . એસ . આઇ . ધર્મેશભાઇ યોગેશભાઇ બ નં ૦૧૩૫૧ તથા પોકો ધનંજયસિંહ વિક્રમસિંહ તથા પોકો બુધાભાઇ દીપાભાઇ નાઓ મારફતે કરવામાં આવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500