હનીફ માંજુ દ્વારા ભરૂચ:કોરોનાને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન કરાયું છે. લોકો મહિનાથી મુક્ત પણે ઘરની બહાર નીકળ્યા નથી. કેટલાક લોકો આખો દિવસ ટીવી પર કોરોનાને લગતા ન્યૂઝ જોયા કરે છે અને માનસિક તાણ અનુભવે છે તેમનો સ્વાભાવ ચીડચીડિયો, નિરાશા, ગુસ્સો, બેચેની, આક્રમરતા, અનિંદ્રા, અતિ ખોરાક જેવી અનેક સમસ્યાઓ થઇ જાય છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માનસિક સ્વાસ્થ્ય સંદર્ભે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. ભરૂચના લોકોને માનસિક તાણ અનુભવાય તો કાઉન્સિલિંગ માટે જેપી કોલેજના પ્રોફેસર બીબી ધીવરનો સંપર્ક નંબર ૯૪૨૬૮ ૮૯૫૬૭ જાહેર કર્યો છે. સ્વસ્થ મન થકી સ્વસ્થ વ્યક્તિ,સમાજ, રાજ્ય, દેશ અને વિશ્વની રચના એ જ અમારૂ ધ્યેય અંતર્ગત વીએનએસજીયુના દક્ષિણ ગુજરાત માટે આઠ પ્રોફેસરોના નંબરો જાહેર કર્યા છે. વીએનએસજી યુનિ.માં કાર્યરત મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા વિવિધ કોલેજોના મનોવિજ્ઞાનના અધ્યાપકોની નિમણૂંક કરાઇ છે. લોકો કાઇન્સિલિંગ મેળવી માનસિક તાણ અનુભવતા લોકો તેમની સમસ્યાનું સમાધાન મેળવી શકે છે. કાઉન્સિલિંગ માટે ફેસબુક પેજ પર લાઇન પ્રસારણ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
મનોવિજ્ઞાનના પ્રો. બી.બી ધીવરે જણાવ્યુ હતું કે, લોકોએ ટીવી કે સોશિયલ મીડિયા પર કોરોનાના સમાચાર જરૂરિયાત પુરતા જ નિહાળવા જોઇએ. સમય વિતાવવા ટીવી પર ન્યૂઝ સિવાય વ્યક્તિત્વને સુટેબલ હોય તેવા અન્ય પ્રોગ્રોમો જોવા અથવા મનપસંદ પુસ્તકોનું વાંચન કરવું. જેથી સ્ટ્રેશ ઓછો થશે. અંતઃમુખી વ્યક્તિત્વ ધરાવતા લોકો કોરોનાના ન્યૂઝ જોઇને વ્યથિત થાય છે. કોઇ મુઝવણ અનુભવે તે સંપર્ક કરી શકે તેથી નંબર ૯૪૨૬૮૮૯૫૬૭ જાહેર કરાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500