હનીફ માંજુ દ્વારા ભરૂચ:વાઘેથા ગામમાં આરોગ્ય કર્મચારી કોરોના પોઝિટિવ આવતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ગામ આરોગ્ય વિભાગે સિલ કરી દીધું છે. ત્યાંથી કોઈને બહાર જવાની કે, આ વિસ્તારમાં કોઈને પણ પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આવા સંજોગોમાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. શાકભાજી વાળા ખેડૂતો મુશ્કેલીમાં કોઈ તેમની પાસેથી દૂધ શાકભાજી લેવા તૈયાર નથી. આ અંગે પશુપાલક ચંદ્રકાન્ત મનસુખ વસાવાએ જણાવ્યું કે, અમારા વાઘેથા ગામમાં સબ સેન્ટરના મેડિકલ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આ વાઇરસના સંક્રમણમાં એવા અન્ય ગામો પણ આવી શકે છે. હાલ અમારા ગામને તંત્ર દ્વારા સિલ કરવામાં આવ્યું છે. અમારા ગામમાં ૮૦ % વસ્તી મજુરી કરી ગુજરાન ચલાવે છે. ગામના મજુરીવાળા માણસો રાજપીપળા તેમજ આજુ બાજુના ગામોમાં જાય છે. જે દરેક ગામના માણસોએ અમારા ગામના માણસોને મજુરીએ બોલાવવાનીના પાડી દીધી છે. ગામના દુધ ઉત્પાદકોનું દુધ લેવાનું વાગેથા ગામ નજીકના ઢોલાર તેમજ તરોપા દુધ મંડળી વાળાઓએ પણ દુધ લેવાનુ બંધ કરી દીધુ છે. જેથી દુધ ઉત્પાદકો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામના દુધ ઉત્પાદકો ચારો લેવા માટે ગામમાંથી ચોરી છુપીથી બીજા ગામની સીમમાં જાય છે. તેઓને પણ ચારો લેવા દેવામાં આવતો નથી. તેમજ ગામની બહાર ઢોર પણ લઇ જવા દેવામાં આવતા ન હોય. આટલા પશુઓને હાલ ઘરે ચારી શકાય તેમ નથી. વાગેથામાંથી આવતા જતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી ગામના ખેડુતો ખેતીના કામ માટે પણ ગામની બહાર જઈ શકતા નથી. અને વધુ ગરમીના કારણે ખેતરોમાં પાણી માટે અવાર નવાર જવું પડતુ હોય છે. ખેતી કામ માટે ગામ માંથી સીમમાં ટ્રેક્ટર પણ લઈ જવા દેવામાં આવતા નથી. તેમજ વાહન ગામની બહાર લઈ જવાતા ન હોવાથી બજારથી ખાતર લાવવા પણ હાલમાં ઘણું મુશ્કેલ પડે છે. જેથી પાકને પારાવાર નુકશાન થઇ રહ્યું છે. તો આખું ગામ કાંઈ કોરોના ગ્રસ્ત નથી કે લોકો અમારી સાથે આવો વ્યવહાર કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application