હનીફ માંજુ દ્વારા ભરૂચ:નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં લોકડાઉન દરમિયાન બહાર ફરતા સ્થાનિક લોકોને પોલીસ દ્વારા ડંડાવારી કરતા મામલો ગરમાયો અને રાજકારણ પણ ગરમાયુ, પોલીસ દ્વારા માર મરાયો હોવાની ફરિયાદ લઈ અમુક લોકો ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા પાસે ગયા હતા.બાદ મહેશ વસાવાએ આ મામલે ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરી હતી.આ ઘટનાની ભરૂચ સાંસદ મનસુખ વસાવાને જાણ થતા તેમણે તપાસ કરતા સ્થાનિકો ની ભૂલ હોય એવી જાણ થતા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતાના ફેસબુક એકાઉન્ટના માધ્યમથી ડેડીયાપાડાના સ્ન્છ મહેશભાઈ છોટુભાઈ વસાવાને ખુલ્લી ચીમકી આપી છે. અને જણાવ્યું કે ખોટી પ્રસિદ્ધિ ના મેળવવાનું બંધ કરો પોલીસ તેમનું કામ પોલીસનું મોરલ ના તોડશો નહીતો ઈંટ નો જવાબ પથ્થરથી આપીશું કહી સોસીયલ મીડિયા વોર છેડી ધમકી અપાતા મામલો ગરમાયો છે. ડેડીયાપાડામાં જેણે લોકડાઉનનો ભંગ કર્યો એમની પર પોલીસે યોગ્ય કાર્યવાહી કરી છે.ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા ખોટી પ્રસિદ્ધિ મેળવવા આવું કરી રહ્યા છે.મારા ફેસબુક પર મેં ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાને ઉદેશીને જ મેં પોસ્ટ મૂકી છે. પોલીસે રોફ જમાવવા ઘરમાંથી કાઢીને લોકોને માર્યા હતા. મ્ઁ સાથે રહેશો તો આવું થશે એ પ્રસ્થાપિત કરવા અને ભાજપનું ડેમેજ કન્ટ્રોલ કરવા પોલીસ અધિકારીઓને ડેડીયાપાડામાં મુકાયા હતા.એક પોલીસ અધિકારી તો મનસુખ વસાવાનો અંગત સંબંધી થાય છે.આ પોલીસ અધિકારીઓએ સાગબારા નાયબ મામલતદારને પણ માર્યો હતો. બીજું એ કે આ પોલીસ અધિકારીઓ ટ્રેનિંગમાં છે એમનાથી ટ્રેનિંગ પૂર્ણ કરી ઓથ લીધા વગર યુનિફોર્મ પણ પેહેરાય નહીં પોલીસ જાતે કાયદાનું ઉલ્લંઘન કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application