હનીફ માંજુ દ્વારા ભરૂચ:ભરૂચ જિલ્લાના ભરૂચ, આમોદ અને જંબુસર તાલુકાના પારખેત, ઇખર અને દેવલા ગામે કોરોના પોઝિટિવ કેસો નોંધાતા ગામો સહિત તેમની ૭ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોની હદો પણ સીલ કરી દેવાઇ હતી. ભરૂચ, આમોદ અને જંબુસર તાલુકાના ૪૨ ગામોની હદોને સીલ કરી દેવા ભરૂચ કલેક્ટર ડો.એમડી મોડિયાએ હુકમ કર્યો હતો. જોકે શુક્રવાર અને શનિવારે આ ગામોનો ૧૪ દિવસનો ક્વોરન્ટાઇન સમયગાળો પુરો થતા ફરી તેમની સરહદો ખોલવામાં આવી છે. સામાન્ય લોકડાઉનની જેમ અહીં પણ સવારે જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા જવાની છુટછાટ પણ અપાઇ છે. પારખેતના ઇલ્યાસ પટેલે જણાવ્યુ કે, હવે અવરજવરની છુટ મળતા જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ માટે સમસ્યા થશે નહી. ૧૪ દિવસના ક્વોરન્ટાઇનનો સમયગાળો પુરો થતા લોકો હવે તેમના બેન્ક અને પોસ્ટ ઓફિસના પેન્ડિંગ કામો પુરા કરી રહ્યા છે.દેવલાના દેવજી પઢિયારે જણાવ્યુ કે, લોકોને ગામની આસપાસના ૧૫થી ૨૦ કિમી અંતર દૂર આવેલા દવાખાને સારવાર માટે આવે છે. જોકે હવે લોકડાઉન ચાલુ છે.તેલોદના અભેસિંગ વસાવાએ જણાવ્યુ કે,હદો સીલ કરાતા દૂધ અને શાકભાજીનો ટેમ્પો દિવસમાં એક જ વખત આવતો હતો, હવે સવાર-સાંજ આવે છે.ગામમાં પ્રવેશવાના પ્રતિબંધો હળવા કર્યા છે.બહાર કામ વગર કોઇ નીકળતું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application