Tapi mitra News-મોટા વરાછાની સાંઇ શ્રધ્ધા રેસીડેન્સીમાં તમાકુ, ગુટખા અને સિગારેટ વેચનારને ત્યાં દરોડા પાડી પોલીસે કુલ રૂ.૩૭,૪૩૦નો મુદ્દામલ કબજે લઇ વેપારીની ધરપક્ડ કરી હતી. શહેર પોલીસ કંટ્રોલ રૂમને એક મેઇલ મળ્યો હતો કે, મોટા વરાછા સુદામા ચોક સ્થિત સાંઇ શ્રધ્ધા રેસીડેન્સીમાં ફલેટ નં.જી/૧/૧૦૨માં રહેતો ધર્મેશ નામનો યુવાન લોક્ડાઉનમાં આવશ્યક ચીજવસ્તુઓ જ વેચવાની મંજૂરી હોવા છતાં ગેરકાયદેસર રીતે ટોબેકો વેચી રહ્યો છે. જેની જાણ કંટ્રોલ રૂમે અમરોલી પોલીસને કરતા સાંઇ શ્રધ્ધા રેસીડેન્સીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જયાંથી ધર્મેશ રમણીક સુદાણીને ઝડપી પાડી તેની પાસેથી ચાર ભાઇ બીડી , શંભાજી બીડી , ૩૦ નંબર બીડી , રજનીગંધા , પાન વિલાસ , વિમલ ગુટખા , આશા તમાકïુ , બુધાલાલ તમાકુ ઉપરાંત માવા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્લાસ્ટીકની થેલી મળી કુલ રૂ. ૩૭,૪૩૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. ધર્મેશ ઘર નજીક મિલન જનરલ સ્ટોર નામે દુકાન ધરાવે છે પણ હાલમાં લોક્ડાઉન હોવાથી તે ઘરેથી ધંધો કરી રહ્યો હતો. પોલીસે તેની સામે એપેડમિક ડિસીઝ એક્ટ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યાવહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500