Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રેડ ઝોન રાંદેર કોઝવે સર્કલ અને તીનબત્તી પાસે ૨ યુવાનની પોલીસ સાથે ઝપાઝપી

  • April 27, 2020 

Tapi mitra News-રાંદેર કોઝવે સર્કલ પાસે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી પોલીસે સાથે ઝપાઝપી કરનાર ૨ જણાની સરકારી ફરજમાં રૂકાવટ બદલ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાંદેર પોલીસ મથકના હે. કોન્સ્ટેબલ રમેશચંદ્ર રામુભાઇ સહિતનો સ્ટાફ રાંદેર કોઝવે સર્કલ પાસે ફરજ બજાવી રહ્યો હતો. ત્યારે રાંદેર ટાઉન તીનબત્તીïના નગીના લેનïમા રહેતા ૫૩ વર્ષિય યાકુબ યુસુફ સીદાત ત્યાંથી પસાર થઇ રહેયા હતી. ત્યારે   પોલીસે તેને અટકાવી કયાં જાવ છો એવું પુછયુ હતું. જેથી યાકુબે સંતોષકારક જવાબ નહિ આપતા બિનજરૂરી ઘરની બહાર નહિ નીકળવા પોલીસે સુચના આપી હતી. પરંતુ યાકુબે પોતે પત્રકાર છે તેવી ઓળખ આપી પોલીસ સાથે જીભાજોડી કરવાની સાથે ઝપાઝપી પર ઉતરી આવ્યો હતો. ઉપરાંત બુમાબુમ કરી લોકોનું ટોળું એકઠું કરવાનો પ્રયાસ કર્યો હતો. જયારે રાંદેર ટાઉન તીનબત્તી પાસે બિનજરૂરી લોકોની અવરજવર અટકાવવા માટે મુકવામાં આવેલા બેરીકેટ રાંદેર તીનબત્તી લીમડઓલીમાં રહેતો ૨૯ વર્ષિયયુસુફ અલી ભામ ખસેડી રહ્યો હતો. જેથી પો.કોન્સ્ટેબલ વિપુલ શાંભાભાઇએ તેને અટકાવ્યો હતો. પરંતુ યુસુફે વિશાલ સહિતના પોલીસને અપશબ્દો ઉચ્ચારી સ્થાનિક લોકોની ઉશકેરણી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે તેના વિરૂધ્ધ પણ સરકારી ફરજમાં રૂકાવટ અને એપેડમિક ડિસીઝ એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરી  હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application