Tapi mitra News-કોરોનાનો અજગરી ભરડો જે રીતે વધી રહ્યો છે તેને લઈને સુરત મનપા દ્વારા સતત સ્ટ્રેટેજી બદલાવવામાં આવી રહી છે. કોરોના સામેના જંગ માટે પાલિકાએ શરૂઆતથી ત્રણ બહ્માસ્ત્ર સમાન ત્રિપલ ટી એટલે કે ટ્રેકિંગ, ટેસ્ટીંગ અને ટ્રેટીમેન્ટ સાથેની સ્ટ્રેટેજી બનાવી છે. જેમાં પાલિકા દ્વારા વોર રૂમમાંથી જ ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. હોમ ક્વોરન્ટીનથી લઈને તમામ ટેસ્ટ સહિતની બાબતોને મેનેજ કરવામાં આવી રહી છે. હાલ સુરત કોરોનાના ત્રીજા તબક્કામાં પ્રવેશી રહ્યું હોય તેમ ટ્રીટમેન્ટ ફેસિલિટી પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કોરોના દર્દીઓને વધુ સારી ફેસિલિટી મળે અને ટ્રેટમેન્ટ ફેલિલિટીમાં વધારો થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોના સામેના જંગમાં સૌ પ્રથમ કોરોનાગ્રસ્તોને ઓળખવા માટે કોવીડ-૧૯ ટ્રેકર બનાવ્યું. જેનાથી ક્વોરન્ટીન લોકોનું ટ્રેકિંગ કરી શકાય. તેઓ ઘરની બહાર ન નીકળ તે સહિત તેઓ દવા લે છે અને રોજે રોજની દિવસમાં ત્રણવાર માહિતી આપવાની રહે છે. સાથે ડોક્ટર ટેકો અને જેમનિ એપ્લિકેશન પાલિકાના સ્માર્ટ સિટીના ઈજનેરો દ્વારા બનાવવામાં આવી હતી. જેથી ખાનગી ક્લિનિક કે દવાખાનામાં પણ તાવ સહિતના દર્દીઓ દાખલ થાય તો તેમનું ટ્રેકિંગ કરવામાં આવે છે. સુરત મનપાએ આજદીન સુધીમાં ૧૦,૧૩૧ સેમ્પલ લઈને ટેસ્ટ કર્યા છે. ભારત દેશના શહેરની વસતિના આધારે ટેસ્ટીંગ જોવામાં આવે તો સુરત એવું શહેર છે જેમાં વસતિના આધારે સૌથી વધુ કેસ થયા છે. મિલિયન હિસાબે જોવા જઈએ તો સુરત ભારતમાં સૌથી વધુ ટેસ્ટ કરનાર શહેરમાંથી એક છે. ૨૦૧૧ની વસતિ ગણતરી પ્રમાણે જે પ્રોજેક્શન પ્રમાણે ૧૯૦૦ જેટલા કેસ મિલિયન પર કરી રહ્યાં છે. જે ભારતમાં સૌથી વધુ થાય છે. રેપીડ એન્ટી બોડી ટેસ્ટની શરૂઆત કરીને ૨૫૮ ટેસ્ટ કરવામાં આવ્યાં જેમાંથી બે પોઝિટિવ દર્દીઓ સામે આવ્યાં છે. સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આપણે શરૂઆતથી ત્રિપલ ટી પર કામ કરી રહ્યાં છીએ.હવે આપણી સ્ટ્રેટેજી દર્દીઓને સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહે તે માટેની વ્યવસ્થાઓ કરવાની છે. આપણે ત્રણ ટી પ્રમાણે સ્ટ્રેટેજી બદલી રહ્યા છીએ હવે દર્દીઓને ઝડપથી સારા કઈ રીતે કરવા તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.સિવિલની કોવીડ-૧૯ હોસ્પિટલની સાથે સ્મિમેર અને મલ્ટીલેવલ ર્પાકિંગમાં પણ કોરોના હોસ્પિટલ તૈયાર છે. ગંભીર કોરોના દર્દીઓને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે જ્યારે સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને સમરસ હોસ્ટેલમાં સારવાર આપવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application