Tapi mitra News-કોરોના વાયરસે જયારે સમગ્ર દેશ સહિત ગુજરાતને પણ સંકજામાં લીધું છે, ત્યારે કોરોનાનો હિંમતભેર સામનો કરવા અનેક લોકો આગળ આવ્યા છે, ત્યારે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મેસ કોન્ટ્રાક્ટર બલદેવસિંહ રાજપુરોહિત શ્રમજીવીઓની હાલત કફોડી ન બને, ગરીબ વર્ગના લોકો ભૂખ્યાં ન રહે અને તેઓને જરૂરિયાત મુજબની અનાજ-સામગ્રી મળી રહે તે માટે ભોજન અને રાહતકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેઓ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરી અન્ય લોકોને પણ પ્રેરિત કરી રહ્યા છે. સુરતના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોની પાસે જઈને તેમના સુધી રાહત કીટ પહોંચાડવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application