Tapi mitra News-કોરોનાની મહામારી સામે જરૂરિયાતમંદો માટે અનેક સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ આગળ આવ્યા છે. સેવાભાવી સંસ્થાઓ ભોજન તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ પુરી પાડી ગરીબોને ટેકો આપી રહ્યા છે. સુરતના સરથાણા ખાતે લોકડાઉનના માહોલમાં મારૂતિ વીર જવાન ટ્રસ્ટના સભ્યો દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાહત કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્ય માટે સંસ્થાને પ્રોત્સાહિત કરવા આરોગ્ય રાજ્ય મંત્રી કિશોર કાનાણીએ સરથાણા ખાતે મુલાકાત કરી તેમની સેવાપ્રવૃત્તિને બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application